ગુજરાત/ સુરતમાં લોકોને સારા વ્યાજની લાલચ આપી 1 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવી લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી 13 વર્ષે ઝડપાયો

સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કરોડથી વધારેની છેતરપિંડીના ગુનામાં વર્ષ 2013થી પોલીસથી ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

Gujarat Surat
Untitled 11 8 સુરતમાં લોકોને સારા વ્યાજની લાલચ આપી 1 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવી લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી 13 વર્ષે ઝડપાયો

@અમિત રૂપાપરા 

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને પકડવાની એક ડ્રાઈવ યોજવામાં આવી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી ઘણા આરોપીઓને પકડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ભુજના નિરોણા ગામની હરીઓમ હોટલ પાસેથી છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા આરોપી મહેશ ઉર્ફે મયુર મંગેની ધરપકડ કરી છે. આરોપી સામે 10 વર્ષ પહેલા એટલે કે 2013માં સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન જીઆઇડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેને પોતાની પત્ની દક્ષા સાથે મળી 2009થી 2012 સુધીમાં આશાપુરા એન્ટરપ્રાઇઝેશન મની લોનડ્રિંગ નામના ફાઇનાન્સ પેઢી ઉભી કરી હતી. ત્યારબાદ ફરિયાદી સુખરામ અને તેમની સોસાયટીમાં રહેતા લોકોનો સંપર્ક કર્યો હતો અને લોભામણી વાતો કરી 1,07,55,000 રૂપિયા મેળવી લીધા હતા અને ત્યારબાદ પોતે ઉઠામણું કરી નાસી ગયા હતા.

આ ગુનામાં આરોપી અને તેની પત્ની બંને 2013થી પોલીસ પકડથી ભાગતા ફરતા હતા. બંને પોલીસથી બચવા માટે ગોવા, જુનાગઢ, રાજકોટ, જામનગર, અમદાવાદ, મુંબઈ અને મોરબી ખાતે રહેતા હતા. જોકે વર્ષ 2022 દરમિયાન આરોપી દક્ષા નામની મહિલાનો મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદ મયુર મંગે ભુજની ભોજનાલયમાં નોકરી કરતો હતો અને ક્રાઈમ બ્રાન્ચ છે બાતમીના આધારે આરોપી મહેશ ઉર્ફે મયુર મંગેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી