Gujarat Weather/ ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો, 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

Top Stories Gujarat Others
ચક્રવાતનો ખતરો

સમગ્ર ઉનાળાની હેરાનગતિ બાદ ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જૂન પછી અરબી સમુદ્રમાં વધુ એક વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે 7 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાની આગાહી કરી છે. કેન્દ્રીય હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે 5 જૂનની આસપાસ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ રચાય તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન તે જ પ્રદેશ પર નીચા દબાણની શક્યતા છે.

હાલ ભરઉનાળે જે પ્રકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એ એક ગંભીર બાબત છે. ગુજરાતના માટે મસમોટા વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે છે. બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

તમને અહીં એ પણ જણાવી દઈએ કે ઉત્તર-પશ્ચિમ ચોમાસું માલદીવ અને કોમોરિન વિસ્તારની ઉપર દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો અને બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. IMD અનુસાર, દક્ષિણના કેટલાક વધુ ભાગોમાં વધુ હિલચાલ માટે સ્થિતિ અનુકૂળ છે.

ચોમાસાની શરુઆત થાય તે પહેલા વાવાઝોડું આવશે. જોકે, બંગાળની ખાડીમાં મોચા વાવાઝોડું સક્રિય થયું હતું, તેના કારણે ચોમાસાના આગમન પર અસર પહોંચી છે અને કેરળમાં ચોમાસું મોડું બેસ છે. કેરળમાં 1 જૂન અસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું મોડું બેસવાનું અનુમાન છે. કેરળ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ સાનુકુળ છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયકલોનીક સિસ્ટમ સક્રીય થતાં 50 કિમીની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઇ શકે છે. જેને લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન એજન્સીએ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરાખંડમાં 1 અને 2 જૂને કરા પડવાની સંભાવના છે અને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 1 જૂન ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે ગુરુવારે તમિલનાડુ અને કોસ્ટલ કર્ણાટકમાં અને કેરળમાં 5 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો:બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ કર્યો આપઘાત, વીડિયો બનાવી જણાવ્યું કારણ

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:પાલિકા દ્વારા દૂકાનદારોને દબાણ દૂર કરવાની નોટિસ આપીને સંતોષ

આ પણ વાંચો:દુકાને જઈ રહેલ વૃદ્ધા પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે જ મોત