કચ્છની ધરા પર ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો. 3.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો. બપોરે 3:58 વાગ્યે બેલાથી 29 કિલોમીટર દૂર નોંધાયો આંચકો. પૂર્વ કચ્છના બેલાથી 29 કિમી દૂર નોર્થ – નોર્થ ઈસ્ટમાં આંચકો નોંધાયો.
27 ફેબ્રુઆરીએ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. અમરેલી બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 10.49 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના લખતરથી 62 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું હતું.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
આ પણ વાંચો:ગુજરાતીઓને મળી રહ્યા છે ખાલિસ્તાની આતંકવાદીના ધમકીભર્યા મેસેજ, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ
આ પણ વાંચો:4 કરોડના ખર્ચે બનેલું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન, મુસાફરોને વેઠવો પડે છે હાલાકીનો સામનો
આ પણ વાંચો:ગુજરાતમાં H3N2 ના નોંધાયા ત્રણ કેસ, સ્વાઈન ફ્લૂના 77 કેસ, એકનું મોત
આ પણ વાંચો:કેશિયરની ‘કારીગરી’, ગોલ્ડ લોન લેનારા ગ્રાહક અને બેંક સાથે કરી છેતરપિંડી