અમદાવાદ/ ગુજરાતીઓને મળી રહ્યા છે ખાલિસ્તાની આતંકવાદીના ધમકીભર્યા મેસેજ, ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

ગુજરાતમાં ખાલિસ્તાનીના ધમકીભર્યા મેસેજથી લોકોની ચિંતા વધી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકોને ફોન કોલ દ્વારા ધમકીભર્યા સંદેશા મળ્યા છે.

Ahmedabad Gujarat
ધમકીભર્યા મેસેજ
  • ખાલિસ્તાની આતંકીઓનો ગુજરાતીઓને મેસેજ
  • ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટ મેચને લઇ મેસેજ
  • ઘરમાં રહો, સુરક્ષિત રહોનો મેસેજ કરી ધમકી
  • ટેસ્ટ જોવા જતા હોવ તો સાવધાન રહેજોની ધમકી
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કર્યો મેસેજ

ગુજરાતમાં ખાલિસ્તાનીના ધમકીભર્યા મેસેજથી લોકોની બેચેની વધી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકોને ફોન કોલ દ્વારા ધમકીભર્યા સંદેશા મળ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે કેટલાક લોકોને ખાલિસ્તાની આતંકવાદીઓ તરફથી ધમકીભર્યા સંદેશા મળ્યા છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો, આ પહેલાથી રેકોર્ડ કરાયેલા મેસેજમાં ધમકી આપવામાં આવી છે.આ આખો મેસેજ અંગ્રેજી ભાષામાં છે. ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે અને આ મેસેજ કોને અને ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહી છે.

ધમકી મળ્યા પછી ક્રાઈમ બ્રાન્ચે આ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે આ વાયરલ વીડિયો અને ઓડિયોમાં મેસેજ યુએસ સ્થિત વકીલ અને શીખ્સ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા કરવામા આવ્યા હતા. તેને મેચ દરમિયાન બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા. અને આ મેસેજ કરવાનો તેનો હેતુ ભારત ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા લોકોમાં ભયનો માહોલ પેદા કરવાનો હતો.

ધમકીને લઈને બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ છે. બન્ને દેશના વડાપ્રધાન અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યા તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયો હતો.

ધમકીને ગુજરાત પોલીસ ગંભીરતાથી લઈ રહી છે, કારણ કે ખાલિસ્તાની આતંકીઓને ISISનું સમર્થન છે. ચોટીલાથી માંડીને અમદાવાદ સુધીમાં ISISની વિચારધારાથી પ્રેરાઈ લોનવૂલ્ફ એટેક થઈ ચૂક્યા છે. સ્લિપર સેલ મેચ દરમિયાન કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે સુરક્ષા વધારાઈ છે.

ખાલિસ્તાની આતંકીઓની ધમકી પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મીડિયા સુધીની વોચ વધારી દીધી છે. જૂના સીમી સાથે સંકળાયેલા લોકોથી માંડીને દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકો પર પણ વોચ વધારી દેવાઈ છે.

9 માર્ચે અમદાવાદના મોટેરાના નમો સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી હતી. ત્યારે કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા કે ખાલિસ્તાન તરફી શીખો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે અને ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવશે એટલેખાલિસ્તાન તરફી શીખો અને ભારતીય પોલીસ વચ્ચે તમે બલીનો બકરો ન બનતા અને ‘ઘરમાં રહો અને સુરક્ષતિ રહો’, આ પ્રકારનો મેસેજ વાયરલ થયો હતો. તેમજ તેમા વડાપ્રધાન વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. આ મેસેજ વાયરલ થયા પછી મોટેરાના નમો સ્ટેડિયમમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અને આ અંગે તપાસ કરવામા આવી હતી.

આ પણ વાંચો:અંબાજી બંધનું એલાન, અંબાજી હિત રક્ષા સમિતિ આર યા પારના મૂડમાં

આ પણ વાંચો:કિંજલ દવેનું તૂટ્યું દિલ, સગાઈ તૂટવાનું કારણ બની ભાઈની લાડી

આ પણ વાંચો:સુરતમાં કોરોનાએ લીધો 60 વર્ષના વૃદ્ધાનો ભોગ, શહેરમાં છવાયો ફફડાટ

આ પણ વાંચો:હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો, બન્નેની હાલત ગંભીર