કોરોના રિટર્ન/ સુરતમાં કોરોનાએ લીધો 60 વર્ષના વૃદ્ધાનો ભોગ, શહેરમાં છવાયો ફફડાટ

સ્મીમેરનાં તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક વૃદ્ધાને પ્રેશર, ડાયાબીટીસ, અને કિડની સહિતની બીમારી હતી. આ કેસની પાલિકામાં અંતિમવિધિ કરાવી છે.

Gujarat Rajkot Trending
કોરોના

ગુજરાત રાજ્યમાં  કોરોના વાયરસ ફરી વકર્યો. થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવારોનો મણેલી મજા મોંઘી પડતી હોય તેવું લાગી રહ્યું છે. અઢી મહિના બાદ સુરતમાં કોરોનાથી 2023નું પ્રથમ મોત. કાપોદ્રાની 60 વર્ષની વૃદ્ધાને કોરોના. 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી,પગમાં સોજા પણ હતા. પરિવારના તમામ સાત સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ લેવાયા. 15 વ્યક્તિના ટેસ્ટ કરાયા પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા. છેલ્લા બે જ દિવસમાં સુરતમાં કોરોનાના 3 કેસ નોંધાયા. સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયાં.

ગુરૂવાર કાપોદ્રાના 60 વર્ષના વૃદ્ધા અને પાલના 52 વર્ષના મહિલાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં કાપોદ્રાના વૃદ્ધા સ્મીમેરના બિછાને મોતને ભેટયા હતા. કોરોના સક્રિય થયા બાદ વૃદ્ધાનું મોત થયું હતું. 2023ની સાલમાં આજ દિન સુધીમાં સુરત શહેરમાં કોરોનાના પાંચ કેસ નોંધાઇ ચૂકયા છે.

દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલી દેવાયા છે. દર્દીએ કોવિડ રસીના ડોઝ લીધા ન હોવાનું જાણવામાં આવ્યું. છે. તેઓના સેમ્પલ પણ જિનોમ સીકવન્સિંગ માટે મોકલી દેવાયા છે. તેમજ પાલમાં 52 વર્ષીય સ્ત્રીને છેલ્લા 3 દિવસથી તાવ અને ખાંસીની તકલીફ હતી. આથી સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા જ્યા ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને બીજી કોઈ ગંભીર બિમારી નથી તેમજ તેઓની તબિયત હાલમાં સ્થિર છે, હાલમાં ઘરે અઈસોલેસન હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 15 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી રાજસ્થાનની હતી.

મહત્વનું છે કે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. સામે પક્ષે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:વડોદરાને મળ્યા નવા મેયર, જાણો કોના નામ પર મરાઇ મહોર

આ પણ વાંચો:વડોદરામાં સીટી બસની અડફેટે યુવકનું મોત

આ પણ વાંચો:હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો, બન્નેની હાલત ગંભીર

આ પણ વાંચો:ડુંગળી હવે ખેડૂતોને રડાવશે નહી, રાજ્ય સરકારે 330 કરોડનું પેકેજ જાહેર કર્યુ