હિતકારક નિર્ણય/ ડુંગળી હવે ખેડૂતોને રડાવશે નહી, રાજ્ય સરકારે 330 કરોડનું પેકેજ જાહેર કર્યુ

કૃષિમંત્રી  રાધવજી પટેલે જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે 330  કરોડનું પેકેજ જાહેર કર્યું છે.

Top Stories Gujarat
Raghavji Patel ડુંગળી હવે ખેડૂતોને રડાવશે નહી, રાજ્ય સરકારે 330 કરોડનું પેકેજ જાહેર કર્યુ
  • રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય: કરતા કૃષિ મંત્રીરાઘવજીભાઈ પટેલ
  • ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અને બટાટાની અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય નિકાસ માટે  રૂ. 40 કરોડની સહાય અપાશે
  •  વિધાનસભામાં નિયમ-૪૪ અંતર્ગત ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

કૃષિમંત્રી  રાધવજી પટેલે Relief Package જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે 330  કરોડનું પેકેજ જાહેર કર્યું છે.

આજે વિધાનસભા ખાતે જાહેર અગત્યની Relief Package બાબત નિયમ-44 અંતર્ગત નિવેદન રજૂ કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ 2023 લાલ ડુંગળીનું અંદાજિત સાત લાખ મેટ્રિક ટનનું ઉત્પાદનની શક્યતા છે. ફેબ્રુ. 2023માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અંદાજિત લાલ ડુંગળીની 1.61 લાખ મેટ્રિક ટન આવક થઈ છે. તેમજ કુલ સાત લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના ઉત્પાદન સામે સૌરાષ્ટ્ર વિસ્તારની એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે 3.50 લાખ મેટ્રિક ટન જથ્થા માટે ગત વર્ષની સહાય યોજનાના ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત 70 કરોડની રકમની સહાયની જાહેરાત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ડુંગળીના નિકાસમાં સહાય Relief Package આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડુતો /વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવે છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત બે લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે 20 કરોડની સહાય જાહેર કરીએ છીએ.

તેમણે બટાટાના વધુ ઉત્પાદનના કારણે તેના બજાર ભાવ ઓછા  Relief Package હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હોવાનું જણાવ્યું હતું. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ 240 કરોડની સહાય જાહેર કરી છે, જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે બટાટાને અ‌ન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય Relief Package અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટેની શરતો અંગે વિગતવાર માહિતી આપી હતી. રોડ ટ્રા‌ન્સપોર્ટથી કરે તો પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા, રેલ્વે મારફત કરે તો વાહતુક ખર્ચના 100 ટકા અથવા 1,150 રૂપિયા સહાય પ્રતિ મેટ્રિક ટનની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે અને દેશ બહાર નિકાસ કરે તો કુલ વાહતુક ખર્ચના 25 ટકા અને 10 લાખ રૂપિયાની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. આમ, વાહતુક સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય કરવામાં આવશે.

રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. 50 અને વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. 01-02-2023 થી તા.31-03-2023 સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે.આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રકમ 200  કરોડ હશે.

રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને સહાય અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ  રૂ. ૧/- અને વધારેમાં વધારે ખેડૂત દીઠ ૬૦૦ કટ્ટા (300 કિવન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત 20 કરોડ રકમની સહાય આપવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Sukesh Chandrashekar/ “માય એવર-બ્યૂટીફુલ જેકલીન”: અભિનેતા માટે જેલમાં બંધ ઠગ સુકેશનો હોળી સંદેશ

આ પણ વાંચોઃ Plane Crash/ યુએસમાં પ્લેન ક્રેશ થતાં ભારતીય મૂળની મહિલાનું મોત, પુત્રી ઘાયલ

આ પણ વાંચોઃ Layoff/  નાણાકીય લક્ષ્યાંકોને પહોંચી વળવા મેટાનું હજારો નોકરીઓમાં કાપનું આયોજન