કોંગ્રેસનો કકળાટ/ ટિકિટ તો મારા જ દીકરાને મળશે : છોટાઉદેપુરના રાઠવા નેતાઓની કોંગ્રેસનાં માવોડી મંડળ પાસે માંગ

છોટાઉદેપુર જીલ્લામાં વર્ચસ્વ ધરાવતા રાઠવા ત્રિપુટીમાં  તાલમેલનો અભાવ, પુત્ર પ્રેમના મોહમાં કોંગ્રેસને છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે.

Top Stories Gujarat Others
h5 4 ટિકિટ તો મારા જ દીકરાને મળશે : છોટાઉદેપુરના રાઠવા નેતાઓની કોંગ્રેસનાં માવોડી મંડળ પાસે માંગ
  • MLA મોહનસિંહ રાઠવાએ ટીકીટ  માંગણી કરી તો રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ પુત્રની ટીકીટ માંગી 
  • છોટાઉદેપુર જીલ્લામાં વર્ચસ્વ ધરાવતી રાઠવા ત્રિપુટી પ્રભાવ અકબંધ નહીં રાખે તો કોંગ્રેસના ગઢ સમાન છોટાઉદેપુર જિલ્લાની ત્રણે બેઠકો પર કોંગ્રેસ માટે જીતનુ જોખમ 

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યા છે. ત્યારે અત્યારથી જ ગુજરાત કોંગ્રેસમાં રાજીનામનો દોર શરૂ થઈ ગયો છે. ગતરોજ રવિવારે 4 સપ્ટેમ્બેરે ગુજરાત કોંગ્રેસનાં યૂથ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ  વાઘેલા એ કોંગ્રેસમથી રાજીનામું  આપ્યું હતું. અને આજે તેઓ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસમાં પણ અંદરો અંદર ટાંટિયા ખેંચ જોવા મળી રહી છે. ક્યાક પોતાની ટિકિટની માંગ છે તો ક્યાક પોતાના પુત્ર માટે તો વળી ક્યાંક મળતિયાની ટિકિટ માટે અત્યારથી જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. છોટાઉદેપુર બેઠક માટે પણ સ્થાનિક દિગ્જ્જ રાઠવા નેતા દ્વારા પોતાના પુત્રો માટે ટિકિટની માંગણી કરી  કોંગ્રેસની જીત માટે જોખમ ઊભું કર્યું છે.

છોટાઉદેપુર 137 વિધાનસભાની બેઠક માટે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા એ પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી છે. હાલ ચાલુ ધારાસભ્ય અને પીઢ કોંગ્રેસી નેતા એવા મોહનસિંહ રાઠવા પણ પોતાના પુત્ર માટે આજ બેઠક પર ટીકીટ માટે ની માંગ કરતા છોટાઉદેપુર કોંગ્રેસમાં મામલો ગરમાયો છે.  છોટાઉદેપુર જીલ્લામાં વર્ચસ્વ ધરાવતા રાઠવા ત્રિપુટીમાં  તાલમેલનો અભાવ સામે આવ્યો છે.

ડિસેમ્બર 2022માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજવાની છે જેની તૈયારીઓ તમામ પક્ષોએ કરી દીધી છે.  આમ આદમી પાર્ટી એ વિધાનસભા માટે પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.  જ્યારે ભાજપ અને કોંગ્રેસને પોતાના ઉમેદવારો પસંદગી માથાનો દુખાવો સાબિત થશે.

છોટાઉદેપુર વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ રાજકારણમાંથી પોતે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. પરંતુ તેઓએ આ બેઠક ઉપર પોતાના અનુગામી તરીકે પોતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ મળે તે માટે ભલામણ પણ કરી દીધી છે. જ્યારે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા માટે ભલામણ કરી છે. જે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે 2012-2017 માં દાવેદારી કરી ચૂક્યા છે.

પરંતુ માવોડી મંડળની દરમ્યાનગીરીના કારણે બંને વખત સંગ્રામસિંહ રાઠવાએ પોતાની ઉમેદવારી પરત લઈ લીધી હતી. પરંતુ તે વખતે વર્તમાન ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ આ મારી છેલ્લી ચૂંટણી છે એવું વચન આપ્યું હોવાનો સંસદ નારણભાઈ રાઠવા એ જણાવ્યું હતું.

જોકે રાઠવા ત્રિપુટી અકબંધ રહે તે માટે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા એ એક સારો ઉપાય બતાવ્યું છે અને એમાં છોટાઉદેપુરની વિધાનસભાની બેઠક ઉપર સંગ્રામસિંહ રાઠવા જ્યારે પાવીજેતપુરની બેઠક ઉપર રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભાની બેઠક ઉપર સુખરામભાઇ તેવું જણાવ્યું હતું. તેઓના રાજ્ય સભાના મુદ્દત પૂરી થયા બાદ હવે પાર્ટીના સંગઠન માટે કામગીરી કરશે અને રાજકીય ક્ષેત્ર  સન્યાસ લેશે હોવાનું પણ જાહેર કર્યું હતું.

હવે જોવાનું એ રહે છે કે છોટાઉદેપુર 137 વિધાનસભાની આ બેઠક માટે માવોડી મંડળ કયા ઉમેદવારને પસંદ કરે છે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ એક વાત ચોક્કસ છે આ બેઠક ઉપર જો રાઠવા ત્રિપુટી પોતાની ત્રિપુટીને અકબંધ નહીં રાખે તો છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ બેઠકો કોંગ્રેસ ગુમાવે તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થઇ રહયુ છે.

સુલેમાન ખત્રી : છોટાઉદેપુર