Gujarat Visit/ રાષ્ટ્રપતિ કોવિંદ ફરીથી આવશે ગુજરાતની મુલાકાતે, આ સ્થાને કરશે નાતાલની ઉજવણી

રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ તા. 25થી 28 તારીખ સુધી દીવમાં નાતાલ પર્વની ઉજવણી લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. જેના માટેના કાર્યક્રમો પણ ફાઈનલ થઈ ગયા છે.

Top Stories Gujarat Others
a 324 રાષ્ટ્રપતિ કોવિંદ ફરીથી આવશે ગુજરાતની મુલાકાતે, આ સ્થાને કરશે નાતાલની ઉજવણી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી માટે ગુજરાત આવાના છે. માહિતી મળી રહી છે કે, તેઓ ગુજરાતના દીવમાં નાતાલ પર્વની ઉજવણી કરવાના છે. એવું જાણવા મળી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ તા. 25થી 28 તારીખ સુધી દીવમાં નાતાલ પર્વની ઉજવણી લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. જેના માટેના કાર્યક્રમો પણ ફાઈનલ થઈ ગયા છે.

તા. 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દિલ્હીથી 10.25 કલાકે નીકળશે અને બપોરે 12.10 મિનિટે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે, રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સંભવીતપણે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને તેમનું સ્વાગત કરશે. જે બાદ ફરી તા. 28ના સવારના 10.20 કલાકે દીવથી નીકળી 11.35 કલાકે રાજકોટ આવશે અને દિલ્હી જવા માટે વિદાય આપવામાં આવશે.

સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ગાંધીનગરમાં 25 અને 26 નવેમ્બરે સ્પીકર કોન્ફરન્સ યોજાશે. જેમા દેશના તમામ રાજ્યો સ્પીકર ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં PM મોદી વર્ચ્યુલ રેલીને સંબોધન કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવશે.

અહીં જુઓ રાષ્ટ્રપતિનો સંપૂણ કાર્યક્રમ

25-12-2020
*દિલ્હીથી 10-25 વાગ્યે રવાના
* રાજકોટ એરપોર્ટ પર 12.10 મીનીટે આગમન-સ્વાગત
* 12-20 રાજકોટથી દિવ જવા રવાના
* 1.25 મીનીટે દિવમાં આગમન
* 1.55 જલંધર બીચે સરકિટ હાઉસનું ઉદઘાટન

26-12-2020
* 10-35 સવારે ગંગેશ્ર્વર મહાદેવ મંદિરે પૂજા
* 11-30 થી 12-30 દિવમાં જુદા-જુદા કામોનું ખાતમુર્હુત
* 6-20 ફૂડકોર્ટ-સ્ટોલનું ઉદઘાટન
* આઈએનએસ ખુકરી મેમોરિયલનુ્ંં ઉદઘાટન, કલ્ચરલ પ્રોગ્રામ-ભોજન સમારોહ

27-12-2020
* સાંજ 4થી 5 ઘોઘલા બીચની મુલાકાતે
* 6-55 થી 7-40 દિવ કિલ્લાની મુલાકાત અને ફોર્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ-શોનું આયોજન
* 7-40 થી 8-20 સાંસ્કૃતિક કાર્યક્રમ

28-12-2020
* સવારે 10-30 વાગ્યે દિવથી રાજકોટ આવવા રવાના
* 11-35 રાજકોટ એરપોર્ટ પર સ્વાગત-અભિવાદન
* 11-45 રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
* 1-30 વાગ્યે દિલ્હી પહોંચશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…