Not Set/ સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં, કારગિલમાં પારો પહોચ્યો – ૨૦.૭ ડિગ્રી સુધી

નવી દિલ્હી, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે તેમજ વિમાન સેવા પર પણ અસર થઇ છે. બીજી બાજુ આગામી સપ્તાહમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સોમવાર સવારે દિલ્હી સહિત […]

Top Stories India Trending
vif2SRL8 સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં, કારગિલમાં પારો પહોચ્યો - ૨૦.૭ ડિગ્રી સુધી

નવી દિલ્હી,

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે તેમજ વિમાન સેવા પર પણ અસર થઇ છે.

બીજી બાજુ આગામી સપ્તાહમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સોમવાર સવારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અનેક સ્ટેશનો પરથી ટ્રેનો મોડેથી દોડી રહી છે. લો વિજિબિલિટીના કારણે દિલ્હીની ૧૬ ટ્રેનો લેટ થયેલી છે. તમામ ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલીક જગ્યાએ અકસ્માત થયા હોવાના હેવાલ પણ મળ્યા છે.

DvQrOljWsAAKLWF સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં, કારગિલમાં પારો પહોચ્યો - ૨૦.૭ ડિગ્રી સુધી
national-n the chilly cold of entire northern India Mercury in Kargil – up to 20.7 degrees

આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા ચાલુ રહી છે. તાપમાન માઇનસમાં છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમા પણ હાડ ગાળી નાંખે તેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પંજાબ,  હરિયાણા, રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પારો ખુબ ગબડી ગયો છે.

DSwHEOWUQAAHcMM સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં, કારગિલમાં પારો પહોચ્યો - ૨૦.૭ ડિગ્રી સુધી
national-n the chilly cold of entire northern India Mercury in Kargil – up to 20.7 degrees

કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં પણ ઉંચાણવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. ટ્યુરિસ્ટ સ્થળો કુલ્લુ જિલ્લામાં મનાલીમાં માઇનસમાં તાપમાન રહ્યુ છે. દિલ્હી અને એનસીઆરમાં પણ હાલત કફોડી બનેલી છે.

જમ્મુ કાશ્મીરમાં બરફ જામી જતા હાલત કફોડી બનેલી છે. શ્રીનગરમાં રાત્રિનું તાપમાન માઇનસ ૧.૪ ડિગ્રી તેમજ લેહમાં માઇનસ ૧૫.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. જ્યારે કારગીલમાં પારો માઇસ ૨૦.૭ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. કાશ્મીર હાલમાં ચિલાઇ કાલનના ગાળા હેઠળ છે. ૪૦ દિવસનો આ ગાળો ઠંડીનો સૌથી મુશ્કેલ ગાળો હોય છે. આની પૂર્ણાહુતિ હવે ૩૧મી જાન્યુઆરીના દિવસે થશે.

સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં, કારગિલમાં પારો પહોચ્યો - ૨૦.૭ ડિગ્રી સુધી
national-n the chilly cold of entire northern India Mercury in Kargil – up to 20.7 degrees

રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતિ વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે. દિલ્હી આવનારી ટ્રેનો મોડી દોડી રહી છે. વિજિબિલીટી ઘટી જવાના કારણે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિમાની સેવા ઉપર પણ માઠી અસર થઇ છે.

સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં, કારગિલમાં પારો પહોચ્યો - ૨૦.૭ ડિગ્રી સુધી
national-n the chilly cold of entire northern India Mercury in Kargil – up to 20.7 degrees

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતિ ફરી એકવાર જાવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન,  ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે.  હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે  લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે.