Ahmedabad/ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે આ મહિલાઓને આપ્યું સ્થાન, જેમાં તબીબ અને એથ્લેટિકનો પણ સમાવેશ  

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે આ મહિલાઓને આપ્યું સ્થાન, જેમાં તબીબ અને એથ્લેટિકનો પણ સમાવેશ  

Ahmedabad Gujarat Trending
લગ્ન 11 કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે આ મહિલાઓને આપ્યું સ્થાન, જેમાં તબીબ અને એથ્લેટિકનો પણ સમાવેશ  

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ , અમદાવાદ.

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. દરમિયાન શહેરમાં કુલ 192 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં 50 ટકા અનામત મુજબ 96 મહિલા ઉમેદવારો છે. મહિલા ઉમેદવારોની વર્ગીકૃત માહિતી ભાજપ પાસેથી પ્રાપ્ત થયા મુજબ મોટા ભાગના મહિલા ઉમેદવાર ગૃહિણી છે , કે જેઓ પતિના વ્યવસાય પર નિર્ભર હોવાની વિગત બહાર આવી છે. 96 પૈકી માત્ર 1 મહિલા વ્યવસાયે તબીબ તો 5 મહિલા એડવોકેટ અથવા એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો હોવાની વિગત જાહેર કરવામાં આવી છે.

Image result for ભાજપ મહિલા ઉમેદવાર અમદાવાદ

Political / ફરી એકવાર રાજકારણમાં અંતરાત્માનો અવાજ સંભળાયો

વિશિષ્ટ પ્રવૃત્તિની દ્રષ્ટિએ જોઇએ તો 1 મહિલા ઉમેદવાર એથ્લેટિક અને 1 મહિલા ઉમેદવાર ચિત્રકાર છે. 1 મહિલા ખેતી સાથે સંકળાયેલા છે, તો 1 મહિલા ઉમેદવાર ટ્રાવેલ એજન્સી ધરાવે છે અને 1 મહિલા ઉમેદવાર બ્રોકર હોવા સહિતની વિગત જાણવા મળી છે. એકંદર 96 પૈકી મોટા ભાગના મહિલા ઉમેદવાર ગૃહિણી હોવાના કારણ પતિના વ્યવસ્યાયમાં મદદરૂપ કરતા હોવા સહિતની વિગત દર્શાવવામાં આવી છે.

મહિલા ઉમેદવારની વિગતો 

માત્ર 1 જ મહિલા તબીબ

1 મહિલા એથ્લેટિક અને 1 મહિલા ચિત્રકાર

5 મહિલા શિક્ષિકા કે આચાર્ય

5 મહિલા એટવોકેટ કે એલ.એલ.બી અભ્યાસ

1 મહિલા એ ખેતી કરતા હોવાની આપી વિગત

1 મહિલા ટ્રાવેલ એજન્સી ધરાવે છે

1 મહિલા ડેરી વ્યવસાય સાથે સંકળાયેલાં

1 મહિલા બ્રોકર હોવાની વિગત બહાર આવી

મહિલા ગૃહિણી રાજકારણમાં પતિ પર નિર્ભર હોવાની ચર્ચા

covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર

બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ