Gujarati Update/ 16 ધારાસભ્યોને ફાળવાયા ખાતાઓ, જાણી લો કયા મંત્રીને કયું મળ્યું મંત્રાલય

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની સાથે શપથ લીધા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 16 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે…

Top Stories Gujarat
Accounts Allocated

Accounts Allocated: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની સાથે શપથ લીધા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 16 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોને કયું મંત્રાલય સોંપાયું

ભૂપેન્દ્રભાઇ પટેલ – મુખ્યમંત્રી – ઘાટલોડિયા (અમદાવાદ શહેર)

કેબિનેટ મંત્રીઓ

કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)નાણાં

રૂષિકેશભાઈ પટેલ – વિસનગર (મહેસાણા)મહેસુલ શિક્ષણ આરોગ્ય

રાધવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)માર્ગ મકાન નર્મદા પાણી પુરવઠા

બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ) ઉધોગ

કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)પંચાયત

મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા) કુષિ.પશુ પાલન

ડો. કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર (પંચમહાલ) આદિજાતિ વિકાસ

મતી ભાનુબેન બાબરિયા – રાજકોટ ગ્રામ્ય મહિલા બાળ આયોગ રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી – મજૂરા (સુરત) શહેરી વિકાસ

જગદીશભાઈ વિશ્વકર્મા – નિકોલ (અમદાવાદ)ગામ ગૃહ નિર્માણ નર્મદા શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ

રાજ્યકક્ષાના મંત્રીઓ

પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય, મત્સ્ય ઉદ્યોગ

બચુભાઇ ખાબડ – દેવગઢ બારિયા આદિવાસીઓ કલ્યાણ

મુકેશભાઈ પટેલ – ઓલપાડ (સુરત) વન અને પયૉવરણ આરોગ્ય

પ્રફુલભાઈ પાનશેરિયા – કામરેજ (સુરત) ગૃહમંત્રી નશાબંધી

ભીખુસિંહ પરમાર – મોડાસા (અરવલ્લી) પંચાયત

કુંવરજી હળપતિ – માંડવી (સુરત) પશુ પાલન

13 સપ્ટેમ્બર 2021ના રોજ ભાજપ હાઈકમાન્ડે અચાનક વિજય રૂપાણી સરકાર બદલ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા. તે સમયે સરકારની કેબિનેટમાં 25 મંત્રીઓ હતા. તેમાં 10 કેબિનેટ, 5 રાજ્ય સ્તરીય (સ્વતંત્ર હવાલો) અને 9 રાજ્ય સ્તરના મંત્રીઓનો સમાવેશ થાય છે. આ વખતે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 16 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આઠ કેબિનેટ, બે રાજ્ય સ્તરીય (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અંતિમ સંસ્કાર/મૃતકના કાન અને નાકમાં કપાસ કેમ નાખવામાં આવે છે? જાણો અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી આવી 4 પરંપરાઓના કારણો