Not Set/ ભાજપ અગ્રણી અને પીઆઈ વચ્ચે તકરાર, સસ્પેન્ડ કરાવાની આપી ધમકી

રાજકોટ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને એડીવીશનના પીઆઈ ઉપર પગલા ન લેવા બાબતે આવેદન આપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પરાબજાર નજીક દબાણ હટાવ ઝુંબેશની કાર્યવાહી દરમિયાન ભાજપ અગ્રણી અને પીઆઈ વચ્ચે તકરાર થઈ હતી. ભાજપ અગ્રણીએ પોલીસ અને મનપાના કર્મચારીઓને સરાજાહેર ગાળો ભાંડતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવના પગલે ભાજપ […]

Top Stories Rajkot Gujarat Trending
dsa 22 ભાજપ અગ્રણી અને પીઆઈ વચ્ચે તકરાર, સસ્પેન્ડ કરાવાની આપી ધમકી

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને એડીવીશનના પીઆઈ ઉપર પગલા ન લેવા બાબતે આવેદન આપવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પરાબજાર નજીક દબાણ હટાવ ઝુંબેશની કાર્યવાહી દરમિયાન ભાજપ અગ્રણી અને પીઆઈ વચ્ચે તકરાર થઈ હતી.

ભાજપ અગ્રણીએ પોલીસ અને મનપાના કર્મચારીઓને સરાજાહેર ગાળો ભાંડતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવના પગલે ભાજપ અગ્રણીએ ઉચ્ચ પોલીસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા બનાવની તપાસ એસીપીને કરવા આદેશ આપ્યો છે.

આ બાબતે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીની મૂળ ભૂત પ્રણાલી આ પ્રકારની છે. જે સારી કામગીરી બજાવતા હોય એવા અધિકારીઓને દબાવવાનું કે ધમકાવામો પ્રયાસ કરતી હોય છે. જેને લઈને લોકોમાં અસંતુષ્ઠિ છે. આ ભાજપ આગેવાન દ્વારા દ્વારા પી.આઈ. ને સસ્પેન્ડ કે બદલી ની ધમકી આપવા આવી હતી.