Not Set/ વરસાદી તારાજી બાદ ખેતી નુકસાનના સરકારી સર્વે, ખેડૂતોએ સર્વેનો ઇન્કાર કરી દેતા મામાલો ગરમાયો

ગીરસોમનાથ ગીરસોમનાથના ખંઢેરી ગામે સરકારી સર્વે દરમિયાન વિવાદ સર્જાયો હતો. વરસાદી તારાજી બાદ ખેતી નુકસાનના સરકારી સર્વેમાં ખંઢેરી ગામે સર્વેની ટીમના મનસ્વી વલણના પગલે ખેડૂતોએ સર્વેનો ઇન્કાર કરી દેતા મામાલો ગરમાયો હતો. વરસાદી તારાજીના પગલે ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયુ હતુ. તેમજ બિયારણ ફેઈલ થયેલ થયા હતા. જો કે ઘણાં ખેડૂતોએ મોસમ નિષ્ફળ ના જાય […]

Top Stories Gujarat Others Trending
dsa 14 વરસાદી તારાજી બાદ ખેતી નુકસાનના સરકારી સર્વે, ખેડૂતોએ સર્વેનો ઇન્કાર કરી દેતા મામાલો ગરમાયો

ગીરસોમનાથ

ગીરસોમનાથના ખંઢેરી ગામે સરકારી સર્વે દરમિયાન વિવાદ સર્જાયો હતો. વરસાદી તારાજી બાદ ખેતી નુકસાનના સરકારી સર્વેમાં ખંઢેરી ગામે સર્વેની ટીમના મનસ્વી વલણના પગલે ખેડૂતોએ સર્વેનો ઇન્કાર કરી દેતા મામાલો ગરમાયો હતો.

dsa 16 વરસાદી તારાજી બાદ ખેતી નુકસાનના સરકારી સર્વે, ખેડૂતોએ સર્વેનો ઇન્કાર કરી દેતા મામાલો ગરમાયો

વરસાદી તારાજીના પગલે ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયુ હતુ. તેમજ બિયારણ ફેઈલ થયેલ થયા હતા. જો કે ઘણાં ખેડૂતોએ મોસમ નિષ્ફળ ના જાય તે માટે ફરી બિયારણ વાવી દીધેલ હતા. પરંતુ એક માસ બાદ સરકારી બાબુઓ સર્વે માટે આવ્યા હતા અને વરસાદી નુકસાન અંગે જો યથાવત સ્થિતિ હોય તો જ સર્વેમાં નોંધ કરવા જણાવ્યું હતુ.

dsa 15 વરસાદી તારાજી બાદ ખેતી નુકસાનના સરકારી સર્વે, ખેડૂતોએ સર્વેનો ઇન્કાર કરી દેતા મામાલો ગરમાયો

જેના કારણે  ખેડૂતો રોષે ભરાયા છે અને સરકારી સર્વેનો ઈન્કાર કરી સર્વે અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સાથેની ટિમ દ્વારા ગ્રામજનો સાથે સમાઘાન માટે કવાયત હાથ ઘરાયા હતા. બાદમાં મામલો થાળે પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળેલ હતી.