Not Set/ સિદ્ધપુર/ માતૃવંદના મહોત્સવનો દબદબાભેર પ્રારંભ, જાણો કેમ ઉજવાય છે માતૃવંદના મહોત્સવ

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  2 દિવસિય માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં અવ્યુ છે. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવી, લોક ગાયિકા ઇન્દિરા શ્રીમાળી, હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકવાળા, સાહિત્યકાર બાબુલ બારોટ સહિતના કલાકારોએ રમઝટ બોલાવી તમામ શ્રોતાઓને માતૃ ભક્તિ માં ડોલાવ્યા હતા. ભારતમાં માતૃગયા તીર્થ તરીકે ઓળખાતું ગુજરાતના પાટણ જીલ્લા નું સિદ્ધપુર જે શ્રીસ્થળ તરીકે પણ […]

Gujarat Others
sidhdhpur સિદ્ધપુર/ માતૃવંદના મહોત્સવનો દબદબાભેર પ્રારંભ, જાણો કેમ ઉજવાય છે માતૃવંદના મહોત્સવ

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  2 દિવસિય માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં અવ્યુ છે. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવી, લોક ગાયિકા ઇન્દિરા શ્રીમાળી, હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકવાળા, સાહિત્યકાર બાબુલ બારોટ સહિતના કલાકારોએ રમઝટ બોલાવી તમામ શ્રોતાઓને માતૃ ભક્તિ માં ડોલાવ્યા હતા.

ભારતમાં માતૃગયા તીર્થ તરીકે ઓળખાતું ગુજરાતના પાટણ જીલ્લા નું સિદ્ધપુર જે શ્રીસ્થળ તરીકે પણ ઓળખાય છે.  જયારે માતાના ગુણગાન ની વાત આવે ત્યારે સિદ્ધપુર ના બિંદુસરોવર માં દરવર્ષે માતૃ તપર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે માતૃવંદના ઉત્સવ ઉજવી માતાના ગુણગાન કરવામાં આવે છે.

આ ઉત્સવ સિદ્ધપુર ખાતે આવેલ બિંદુ સરોવર ખાતે વર્ષ 2011 થી ડો. જય નારાયણ વ્યાસ ના હસ્તે શરુ કરવામાં આવ્યો હતો. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, મયંક નાયક, કલેક્ટર આનંદ પટેલ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો છે.

કાર્યક્રમમાં શબ્બીર હુસેન,  સિદ્ધિ એન્ડ ગ્રુપ દ્વારા આદિવાસી લોકનૃત્ય શણાલી રજૂ કર્યું હતું… આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ‍ઓના કમિશનર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના વાઇસ ચેરમેન, જિલ્લા કલેકટર, જિલ્લા રમત ગમત અધિકારી સહિત મહાનુભાવો, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં કલારસિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને મન ભરી માણ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.