Not Set/ ઉંઘવામા ખલેલ પાડતા શખ્સની સિક્યોરિટી ગાર્ડે ગોળી મારી કરી હત્યા

લોકો હવે અંદર દબાવીને રાખેલો ગુસ્સો અન્ય સમક્ષ ખૂબ જ ખરાબ રીતે વ્યક્ત કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમા એક શખ્સે ગુસ્સામાં આવીને હત્યા કરી દીધી હતી. આ પહેલા આપને જણાવી દઇએ કે, આ મામલો શરૂ કેવી રીતે થયો? તમે જ્યારે નીંદ લઇ રહ્યા હોવ છો ત્યારે તમે વિચારો છો […]

India
Night Shift ઉંઘવામા ખલેલ પાડતા શખ્સની સિક્યોરિટી ગાર્ડે ગોળી મારી કરી હત્યા

લોકો હવે અંદર દબાવીને રાખેલો ગુસ્સો અન્ય સમક્ષ ખૂબ જ ખરાબ રીતે વ્યક્ત કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમા એક શખ્સે ગુસ્સામાં આવીને હત્યા કરી દીધી હતી. આ પહેલા આપને જણાવી દઇએ કે, આ મામલો શરૂ કેવી રીતે થયો? તમે જ્યારે નીંદ લઇ રહ્યા હોવ છો ત્યારે તમે વિચારો છો કે કોઇ તમને ઉઠાવે નહી અને તમને સુવા દે. પરંતુ જો આ નીંદને ખલલ પહોચાડવામાં આવે ત્યારે તમને જરૂર ગુસ્સો આવી જશે. જાણીને નવાઇ લાગશે પણ એક શખ્સે એક અન્ય શખ્સની માત્ર આ જ કારણથી હત્યા કરી દીધી.

મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં રહેતા એક સુરક્ષા ગાર્ડે એક વ્યક્તિની તેની પાસે રહેલી લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારી હત્યા કરી દીધી છે, કારણ કે તેના અવાજથી તે નીંદમાંથી ઉઠી ગયો હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગ્વાલિયર પોલીસે લાંબા સંઘર્ષ બાદ કબીર તોમર નામનાં યુવકની હત્યાનાં આરોપીને ખૂબ મહેનત કર્યા બાદ પકડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્વાલિયરમાં થોડા દિવસો પહેલા હત્યાનાં સીસીટીવી ફૂટેજ બહાર આવ્યાં હતાં, જેમાં એક શખ્સે તેની ડબલ બેરલ્ડ બંદૂકમાંથી બાઇક સવારને નજીકની રેન્જ પર ગોળી મારી હતી. જે બાદ તેનુ મોત થયુ હતુ.

આ ઘટનામાં બાઇક સવારનું મોત નીપજ્યું હતું, જ્યારે આરોપી સ્થળ પરથી છટકી ગયો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે મૃતકનું નામ કબીર તોમર છે અને જેણે તેને ગોળી મારી હતી તે અક્કુ શર્મા છે. અક્કુ શર્મા ગ્વાલિયરમાં સિક્યુરિટી ગાર્ડ હતો, તેથી તેની પાસે લાઇસન્સવાળી બંદૂક હતી.

શરૂઆતમાં, મામલો પરસ્પર બહેસનો લાગતો હતો. વળી પોલીસ દ્વારા ફરાર આરોપીની ધરપકડ માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી. જ્યારે પોલીસ ટીમને જાણ થઈ કે શહેરમાંથી ભાગવાની દિશામાં અક્કુ શર્મા જુના શહેરની નજીક દેખાયો હતો, ત્યારે પોલીસે બંદોબસ્ત ગોઠવી તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.