Not Set/ પૂર્વ PM વાજપેયીનાં ભત્રીજી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કરુણા શુક્લાનું કોરોનાનાં કારણે નિધન

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કરુણા શુક્લાનું છત્તીસગઢમાં મોડી રાત્રે કોરોનાથી અવસાન થયું છે.

Top Stories India
123 139 પૂર્વ PM વાજપેયીનાં ભત્રીજી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કરુણા શુક્લાનું કોરોનાનાં કારણે નિધન

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કરુણા શુક્લાનું છત્તીસગઢમાં મોડી રાત્રે કોરોનાથી અવસાન થયું છે. કરુણા શુક્લાએ 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો. પૂર્વ સાંસદ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કરુણા શુક્લાની રાજધાની રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના અવસાન બાદ છત્તીસગઢનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પોઝિટીવ ન્યૂઝ / ખેડૂતે પુત્રીના લગ્ન માટે બચાવ્યા હતા 2 લાખ રૂપિયા, ઓક્સિજન કોન્સેન્ટર્સ ખરીદવા માટે આપ્યા દાન

મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે કરૂણા શુક્લાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, મારી કરુણા આન્ટી એટલે કે કરુણા શુક્લા હવે નથી રહ્યા. નિર્દય કોરોનાએ તેમનો પણ ભોગ લીધો.મારા રાજકારણની બહાર તેમની સાથે મારો ઘનિષ્ઠ પારિવારિક સંબંધ હતો અને તેમનો હંમેશા આશીર્વાદ મને મળતો રહ્યો. ભગવાન તેમને તેમના શ્રીચરણોમાં સ્થાન આપે અને આપણને તેમની વિદાઇ સહન કરવાની શક્તિ આપે. નોંધનીય છે કે, કરૂણા શુક્લા 1993 માં પ્રથમ વખત ભાજપનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કરુણા શુક્લા 2009 માં કોંગ્રેસનાં ચરણદાસ મહંતથી ચૂંટણીમાં હાર્યા હતા. 2014 સુધીમાં, તેઓ ભાજપમાં એટલા અલગ પડી ગયા હતા કે તેમણે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું, જેની સામે અટલ બિહારી વાજપેયી પૂરી જીંદગી લડતા રહ્યા. 1 ઓગસ્ટ, 1950 નાં રોજ ગ્વાલિયરમાં અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરુણા શુક્લનો જન્મ થયો હતો. કરુણા શુક્લાએ ભોપાલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મધ્યપ્રદેશ વિધાનસભામાં હતા ત્યારે તેમને શ્રેષ્ઠ ધારાસભ્યનો પદવી પણ મળ્યો હતો. તે 1982 થી 2014 સુધી ભાજપમાં રહ્યા હતા. 2014 માં કરુણા શુક્લા કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તે ચૂંટણી જીતી શક્યા ન હોતા.

વેક્સિનેશન / દેશમાં 24 એવા રાજ્યો છે જ્યા 18 થી વધુ ઉંમરનાં લોકોને મફતમાં લાગશે કોરોનાની વેક્સિન

કરુણા 1993 માં પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા. વર્ષ 2004 ની લોકસભાની ચૂંટણીમાં કરુણાએ ભાજપ માટે જાંજગીર બેઠક જીતી હતી, પરંતુ કરુણા 2009 ની ચૂંટણીમાં કોંગ્રેસનાં ચરણદાસ મહંત સામે હારી ગયા હતા. તે ચૂંટણીમાં કરુણા છત્તીસગઢમાં ભાજપનાં એકમાત્ર ઉમેદવાર હતા જે ચૂંટણી હારી ગયા હતા. બાકીની તમામ બેઠકો ભાજપનાં ખાતામાં ગઈ હતી. ભાજપમાં રહેતા કરુણા શુક્લા ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહ્યા જેમા ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પણ હતુ. ભાજપમાં 32 વર્ષ બાદ તેઓ અચાનક કોંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

Untitled 44 પૂર્વ PM વાજપેયીનાં ભત્રીજી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કરુણા શુક્લાનું કોરોનાનાં કારણે નિધન