સુરત,
સુરતના આંગણે અભયુંદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો.
ડાયરામાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના સુર રેલાવ્યા હતા. ડાયરામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોએ ડાયરાની મજા માણી હતી.
મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના બારડોલી ખાતે યોજાયેલ કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં અંદાજીત 25 લાખ રૂપિયા ભજનપ્રિય જનતાએ ઉડાવ્યા હતા.
સરદારની નગરી બારડોલીમાં શનિવારે રાત્રીએ વ્યારાના અભ્યુદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ આશ્રમ માટે લોક ડાયરનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના લોક ગાયક કલાકાર તરીકે કીર્તિદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ડાયરાનું આયોજન નયનાબા ઓરફન અને અનાથાલયના લાભ માટે કરવામાં આવ્યુ હતુ.