Not Set/ મહિલા તલાટી કમ મંત્રી પાસેથી અધધ.. 2 કરોડ 5 લાખ રૂપિયા મળી આવ્યા

જૂનાગઢઃ રાજુલા તાલુકાનાં કોટડી ગામનાં મહિલા તલાટી કમ મંત્રી પાસેથી કરોડોની અપ્રમાણસર મિલ્કત મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢ એસીબીનાં પીઆઇ ડી. ડી. ચાવડાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં અપ્રમાણસર મિલ્કતની ફરીયાદ નોંધાવી છે. કોટડીનાં તલાટી કમ મંત્રી સ્મીતાબેન વૃજલાલ જાની મૂળ લાઠીનાં વતની છે. અને કોટડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમના […]

Gujarat

જૂનાગઢઃ રાજુલા તાલુકાનાં કોટડી ગામનાં મહિલા તલાટી કમ મંત્રી પાસેથી કરોડોની અપ્રમાણસર મિલ્કત મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢ એસીબીનાં પીઆઇ ડી. ડી. ચાવડાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં અપ્રમાણસર મિલ્કતની ફરીયાદ નોંધાવી છે. કોટડીનાં તલાટી કમ મંત્રી સ્મીતાબેન વૃજલાલ જાની મૂળ લાઠીનાં વતની છે. અને કોટડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમના આ પ્રકરણને લઇને જૂનાગઢ એસીબી પીઆઇએ ફરિયાદ નોંધી છે

જુલાઇ માસમાં રૂપિયા 7 હજારની લાંચ લતા પકડાયા હતા. આ ઘટના બાદ જૂનાગઢ એસીબીએ તપાસ શરૂ કરી હતી. જેમાં તેની પાસેથી સ્થાવર-જંગમ મિલકત મળી આવી હતી. જેને પગલે એસીબીનાં પીઆઇ ડી. ડી. ચાવડાએ  રાજુલા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 2 કરોડ 5 લાખની અપ્રમાણસર મિલકતની ફરીયાદ નોંધાવી છે.