Not Set/ અમદાવાદ : મ્યુનિસિપલ હોસ્પિટલમાં તકલીફ પડે તો અહીં સંપર્ક કરવો

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલનો વહીવટ લાંબા સમયથી ખાડે ગયો હોઇ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વારંવાર એક અથવા બીજા પ્રકારની હેરાનગતિ ઉઠાવવી પડે છે. મ્યુનિસિપલ હોસ્પિટલોમાં સામાન્ય દિવસોમાં દર્દીના સગાં-સંબંધીને જે તે વોર્ડના વોર્ડબોય, નર્સ કે ડોક્ટરને શોધવા રઝળપાટ કરવી પડેે છે તો દિવાળીના તહેવારોમાં આવી સ્થિતિ પરાકાષ્ઠાએ પહોંચે […]

Top Stories Ahmedabad Gujarat
dr virendra shah v s general hospital ellis bridge ahmedabad paralysis doctors wjvpj0hnqt અમદાવાદ : મ્યુનિસિપલ હોસ્પિટલમાં તકલીફ પડે તો અહીં સંપર્ક કરવો

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલનો વહીવટ લાંબા સમયથી ખાડે ગયો હોઇ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વારંવાર એક અથવા બીજા પ્રકારની હેરાનગતિ ઉઠાવવી પડે છે.

મ્યુનિસિપલ હોસ્પિટલોમાં સામાન્ય દિવસોમાં દર્દીના સગાં-સંબંધીને જે તે વોર્ડના વોર્ડબોય, નર્સ કે ડોક્ટરને શોધવા રઝળપાટ કરવી પડેે છે તો દિવાળીના તહેવારોમાં આવી સ્થિતિ પરાકાષ્ઠાએ પહોંચે છે, જેના કારણે અનેક કિસ્સામાં દર્દી સમયસરની સારવારના અભાવે મરણને શરણ થાય છે.

જોકે આ દિવાળીમાં વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં દર્દી કે તેમના સગાં-સંબંધીને કોઇ તકલીફ પડે તો તેઓ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, હોસ્પિટલ કમિટીના ચેરમેન કે હેલ્થ-હોસ્પિટલનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનરનો ફોન પર સંપર્ક સાધી શકે છે.

 

બીજલબહેન પટેલ મેયર 9327426019
અમૂૂલ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન 9825013126
દેવાંગ દાણી હોસ્પિટલ કમિટી ચેરમેન 9426302520
ડો.કુલદીપ આર્યા ડેપ્યુટી કમિશનર 9978409809