Ahmedabad/ અમદાવાદના પોલીસ તંત્રમાં મચ્યો હડકંપ, 1124 પોલીસકર્મીઓની એક સાથે બદલી

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 10T115541.331 અમદાવાદના પોલીસ તંત્રમાં મચ્યો હડકંપ, 1124 પોલીસકર્મીઓની એક સાથે બદલી

Ahmedabad News: દિવાળીના તહેવાર પહેલા અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.  પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. અમદાવાદમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલીથી સમગ્ર બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ બદલીઓમાં પોલીસકર્મી છેલ્લા ઘણા વર્ષોથી એક જ સ્થળ પર ફરજ બજાવી રહ્યા હતા.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષથી પોલીસ કર્મચારીની બદલી અટકી પડી હતી. પહેલા રાઉન્ડમાં 1124 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બદલીનો બીજો તબક્કો આગામી સમયમાં આવશે.

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ પોલીસ વિભાગમાં મોટી હલચલ દેખાઈ રહી છે. દરરોજ પોલીસ વિભાગમાં બદલી અને પ્રમોશન આપવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસોથી PSI,PI અને હવે પોલીસ કર્મચારીઓમાં બદલીનો ગંજીપો ચીપાતા ખળભળાટ મચી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદના પોલીસ તંત્રમાં મચ્યો હડકંપ, 1124 પોલીસકર્મીઓની એક સાથે બદલી


આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ

આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો