ગતિશીલ ગુજરાત/ મુસાફરો ન મળવાના કારણે કેવડીયા-પ્રતાપ નગરની બે મેમૂ ટ્રેન અનિશ્ચિતકાળ માટે બંધ..!!, 2 મહિના અગાઉ PMએ કર્યું હતું ઉદ્ઘાટન

શું ટેકનોલોજીના ક્ષેત્રે પણ હરણફાળ ભરીને ગુજરાત ખરેખર ગતિશીલ ગુજરાત બની રહ્યું છે ? તો તેનો જવાબ છે ના, ચિત્ર તેના કરતાં વિપરીત જોવા મળી રહ્યું છે. કારણકે આ વર્ષે 20 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 6 રાજ્યો

Top Stories Gujarat
kevdiya train મુસાફરો ન મળવાના કારણે કેવડીયા-પ્રતાપ નગરની બે મેમૂ ટ્રેન અનિશ્ચિતકાળ માટે બંધ..!!, 2 મહિના અગાઉ PMએ કર્યું હતું ઉદ્ઘાટન

શું ટેકનોલોજીના ક્ષેત્રે પણ હરણફાળ ભરીને ગુજરાત ખરેખર ગતિશીલ ગુજરાત બની રહ્યું છે ? તો તેનો જવાબ છે ના, ચિત્ર તેના કરતાં વિપરીત જોવા મળી રહ્યું છે. કારણકે આ વર્ષે 20 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 6 રાજ્યો સાથે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને રવાના કરી હતી. આશ્ચર્ય અને ખેડૂત સાથે કહેવું પડે છે કેતેમાંથી કેવડિયા-પ્રતાપનગરની એમ.એમ.યુ.ની બે ટ્રેનો મુસાફરો ન મળવાના  કારણે અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેવડિયા-અમદાવાદ જન શતાબ્દી અને અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી દર સોમવારે રદ કરવામાં આવ્યાં છે.

8 new trains launched to boost connectivity from different regions with  Kevadia, Government News, ET Government

ગમે તેટલા વિકાસની વાતો થતી હોય કે ટેકનોલોજીના ક્ષેત્રે દેશની સાથે રાજ્ય પણ હરણફાળ ભરી રહ્યું હોય ગતિશીલ ગુજરાતની ગતિ નહીં પડતી જોવા મળી રહી છે કારણ કે દેશભરની ટ્રેનો દ્વારા વિવિધ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવી રહ્યા છે, પરંતુ અમદાવાદથી કેવડિયા અને ગુજરાતમાં પ્રતાપનગર-ડભોઇ-કેવડિયા લાઇન જતી મેમુ ટ્રેનોમાં માત્ર મુસાફરો જ મળતા નથી. આ ટ્રેનો શરૂ થયાને 2 મહિનાનો સમય વીતી ગયો હતો, પરંતુ હજી પણ મુસાફરોની અછતને કારણે ઘણું નુકસાન થયું હતું. તેથી વડોદરા રેલ્વે વિભાગ દ્વારા આ બંને ટ્રેનો રદ કરવામાં આવી હતી.

Kevadiya Railway Station News - Railway Enquiry

જે 8 ટ્રેનો દોડાવવામાં આવી હતી તેની ગતિ થંભી ગઈ છે, તેનું કારણ મોંઘવારીનો માર પણ હોઈ શકે છે કે પછી કોરોના પણ હોઈ શકે છે.પરંતુ સત્ય એ છે કે આ ટ્રેનો ના પૈડા હાલ અનિશ્ચિત કાળ માટે થંભી ગયા છે. આ ટ્રેનો પર નજર કરીએ તો કેવડિયા-વારાણસી એક્સપ્રેસ અઠવાડિયામાં એકવાર ચાલે છે, કેવડિયાથી દાદર વચ્ચેની દૈનિક એક્સપ્રેસ, કેવડિયાથી અમદાવાદ વચ્ચેની દૈનિક, હઝરત નિઝામુદ્દીનથી સપ્તાહમાં બે વખત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, મધ્યપ્રદેશના રીવાથી સાપ્તાહિક, ચેન્નઈથી પ્રતાપનગર અને દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…