@અભિષેકસિંહ વાઘેલા
રાજ્ય સરકારનો સ્વાગત કાર્યક્રમ એ જનસામાન્યના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવાનું માધ્યમ બની ગયો છે. આ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવા પર તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ ખાતે ઓગસ્ટ મહિનાનો સ્વાગત કાર્યક્રમ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે પણ હાજર રહ્યાં હતાં.
જિલ્લા કક્ષાના આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ 24 જેટલા અરજદારો હાજર રહ્યાં હતાં. તમામ અરજદારોની સમસ્યાને કલેક્ટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત કલેકટર પ્રવીણા ડી.કે.એ વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ લાવવાની સૂચના પણ આપી હતી. કલેક્ટરએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં 24 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, મુખ્ય ગટરલાઇન સાફ કરાવવા બાબત, ગટરજોડાણ નાખવા બાબત, વિધવા સહાય ન મળવા બાબત, ગેરકાયદેસર બાંધકામ બાબત, સર્વે નં. માં જમીન સંપાદન થયાની નોંધ જાળવવા બાબત, પીવાલાયક પાણી ન મળવા બાબત જેવા અનેક પ્રશ્નોનો કલેકટર પ્રવીણા ડી.કે.એ સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો.
પોતાની સમસ્યાનું નિરાકરણ આવતા તમામ અરજદારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. અને તમામ અરજદારો એ સ્વાગત કાર્યક્રમની પહેલને બિરદાવી સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ પણ વાંચો:bilkisbano case/બિલ્કીસ બાનો કેસમાં છૂટેલા દોષિતોમાંથી એક વકીલ તરીકે કરી રહ્યો છે પ્રેકટીસ! સુપ્રીમ કોર્ટે કરી કડક ટિપ્પણી,જાણો શું કહ્યું…
આ પણ વાંચોPolitical/ખેડૂતો સહિત નાગરિકોના પ્રશ્નો જિલ્લાકક્ષાએ નિરાકરણ માટે રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને આપ્યા નિર્દેશ
આ પણ વાંચો:Surat/સુરતની દાન ગીગેવ સોસાયટીમાં ડિમોલેશનને લઈ સ્થાનિકોનો વિરોધ