Not Set/ મોરબીમાં કોરોનાનો હાહાકાર ? રોજના 400 થી 500 કેસ આવે છે,મેડીકલ સ્ટોર સંચાલકનો ઓડિયો વાયરલ, શું છે સત્ય ?

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે તેમાં ગુજરાતના પણ નવા સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે મોરબીમાં પણ દરરોજ 400 થી 500 કેસ આવતા હોવાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. મોરબીમાં સરકારી

Gujarat Rajkot
test kits 2 મોરબીમાં કોરોનાનો હાહાકાર ? રોજના 400 થી 500 કેસ આવે છે,મેડીકલ સ્ટોર સંચાલકનો ઓડિયો વાયરલ, શું છે સત્ય ?

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે તેમાં ગુજરાતના પણ નવા સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે મોરબીમાં પણ દરરોજ 400 થી 500 કેસ આવતા હોવાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. મોરબીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજ સવારથી દર્દીઓનો રાફડો ફાટે છે પરંતુ સરકારી સાધનોની કીટનો અભાવ હોવાથી અનેક જગ્યા પર દર્દીઓને ટેસ્ટીંગ વગર પરત ફરવું પડી રહ્યું છે. તેની વચ્ચે મોરબીમાં રહેવું સુરક્ષિત નથી આ માટે મોરબી છોડી અને સુરક્ષિત જગ્યા પર જતા રહો આ પ્રકારનો મોરબીના રવાપર રોડ પર આવેલા મેડિકલ સ્ટોર સંચાલક સતીશ ભાઈનો ઓડિયો વાયરલ થયો છે. ત્યારે આ ઓડિયો સાંભળી અને એવો પ્રશ્ન થાય છે કે શું સરકારી આંકડાઓ ખોટા છે ? ખરેખર ટેસ્ટિંગ કીટ માટે અભાવ જોવા મળે છે ?આ ઘટનાના પડઘા નાયબ મુખ્યમંત્રી સુધી પડ્યા છે અને તેમણે કોરોનાના ટેસ્ટ વધારવાની ખાતરી આપી છે.

Suspected Corona Case, Patient Died, Report Awaited, Morbi, Rajkot, - Covid-19:  शंकास्पद कोरोना मरीज की मौत, रिपोर्ट बाकी , चार लोगों की उपस्थिति में किया  अंतिम संस्कार | Patrika News

દેશમાં હીટવેવ / માર્ચમાં મે મહિના જેવી ગરમીનો અહેસાસ, પાકિસ્તાનથી આવી રહેલુ ગરમીનું મોજું ભારતને તપાવશે

સરકારી આંકડા ખોટા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે કે અહીંની હોસ્પિટલમાં રોજના ૨૦ થી ૨૫ પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકોની લાઈનો કે રોજના 400 થી 500 પોઝિટિવ કેસ આવતા હોય તેમ લાગી રહ્યું છે.સૌથી મોટું કારણ તો લોકો એ બાબતને ગણાવી રહ્યા છે કે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યાં બેડ પણ ખૂટી પડ્યા છે.

Coronavirus outbreak highlights: Centre to take steps for possible  evacuation of Indians from Wuhan | World News,The Indian Express

જાહેરાત / ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઝોન તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામોની કરી જાહેરાત

આ ઘટનાની રજૂઆત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સમક્ષ સ્થાનિકોએ કર્યા બાદ તેઓએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરી છે. જે સંદર્ભે તેઓએ આજથી જ કોરોના ટેસ્ટિંગ કિટની વધારે ફાળવણી કરવામાં આવશે અને ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે તેવી ધરપત આપી છે.વધુમાં નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું છે કે આજથી ટેસ્ટનો કવોટા વધારીને 2000 થઈ જશે. આ અગાઉ આ ટેસ્ટ ક્વોટા 500નો હતો.

Cong MLA offers CM's post to Gujarat Dy CM Nitin Patel! - Social News XYZ

EVM કાંડ / ખોદયો પહાડ નીકળો ઉંદર : સામે આવ્યું EVM કાંડનું સત્ય, કોઈ છેતરપિંડી થઈ નથી, બુથ નંબર 149 પર ફરીથી થશે મતદાન

વળી મેસેજ વાયરલ કરનાર સતીશભાઈએ અન્ય એક વીડિયો પણ વાયરલ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે મોરબીની જનતા એ આ મેસેજ થી ગભરાવાની જરૂર નથી પરંતુ લોકોમાં જાગૃતતા આવે તે માટે આ મેસેજ વાયરલ કર્યો હતો, સુરક્ષિત રીતે રહેવું હોય તો મોરબી છોડી અને જતા રહો તેવી વાત પણ કરી હતી. જોકે હવે દવા, ઇન્જેક્શન સહિતનો સ્ટોક અપૂરતો હોવાના કારણે લોકોને જવાબ આપવા અઘરા થઈ રહ્યા હોવાનું કહી તેમણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરે છે તેવું પણ જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…