Not Set/ એપ્રિલમાં મે મહિના જેવી ગરમીનો અહેસાસ, પાકિસ્તાનથી આવી રહેલુ ગરમીનું મોજું ભારતને તપાવશે

દેશમાં એક તરફ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.

Top Stories Gujarat Others

દેશમાં એક તરફ કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જણાવી દઇએ કે, દેશમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે એવામાં દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Covid-19 / પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ, પ્રિયંકા ગાંધી થયા હોમ આઇસોલેટ

ગરમી આ વર્ષે વધી શકે છે. માર્ચમાં જ આ વખતે ઘણા રાજ્યોમાં મે મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હીટવેવ વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું કે આ પ્રકારની ગરમ હવાઓ પાકિસ્તાનમાં પણ અનુભવાઈ રહી છે. પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓએ પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ હીટવેવ જ રાજસ્થાનના રસ્તે ભારતના મેદાની ક્ષેત્રો સુધી પહોંચી રહ્યો છે.ઈન્ડિયન મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ(IMD) એ પણ એપ્રિલથી જૂનની વચ્ચે વધુ ગરમી પડવાની શકયતા વ્યક્ત કરી છે. રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. IMDએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, UP સહિત 10 રાજ્યોમાં 3 એપ્રિલે હીટવેવ આવવાની એલર્ટ આપ છે. થોડા દિવસો પહેલા જ દિલ્હીમાં તાપમાને 76 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. સોમવારે દિલ્હીમાં પારો 40.1 ડિગ્રી સેલ્સિયસ હતો, જે 76 વર્ષમાં જોવા મળ્યો નથી. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે રાજસ્થાનમાં ચાલતો હીટવેવ બીજા મેદાની ક્ષેત્રોમાં પણ તાપમાન વધારશે.

ગુજરાત: બહાર તડકામાં નીકળતા રાખજો ધ્યાન, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી

UPમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિમાચલમાં પણ ગરમી ગરમીએ ઉત્તરપ્રદેશમાં માર્ચનો 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ગરમી બુધવારે ઝાંસીમાં જોવા મળી હતી. અહીં અધિકતમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું. આ સિવાય પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ ગરમી પડી રહી છે. હિમાચલ પ્રદેશના ઉનામાં પારો બુધવારે 34.3 ડિગ્રી નોંધાયો. આ સિવાય શિમલામાં પારો 23.2 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્યથી 6 ડિગ્રી વધુ છે.તો હાલ જો માર્ચ મહિનામાં જ ગરમીના પ્રમાણ માં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મે મહિનામાં ગરમી કેવી પડશે તેનો અંદાજ લગાવી શકાય છે. ત્યારે હાલ એક બાજુ કોરોના અને અક બાજુ આ ગરમીએ લોકોના હાલ બેહાલ કરી દીધા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ