Not Set/ સુરત: તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા

સુરત, સુરતમાં કીમ નજીક આવેલા કુડસદ ગામે એક યુવકની તીક્ષ્ણ હથિયારન ઘા ઝીકીને હત્યાની ઘટના સામે આવી છે. કીમ ગામ નજીક આવેલા કુડસદ ગામે રેહતા વિપુલ પટેલ નામના શખ્સની હત્યા કરેલી લાશ ગામ નજીક આવેલા એક ખેતરમાં આવેલી ઓરડી પાસેથી મળી આવી હતી. વિપુલ પટેલ ઘરેથી નીકળીયા પછી પાછા ઘરે ન ફરતા  ઘરના લોકોએ  શોધખોળ […]

Gujarat Surat Trending

સુરત,

સુરતમાં કીમ નજીક આવેલા કુડસદ ગામે એક યુવકની તીક્ષ્ણ હથિયારન ઘા ઝીકીને હત્યાની ઘટના સામે આવી છે. કીમ ગામ નજીક આવેલા કુડસદ ગામે રેહતા વિપુલ પટેલ નામના શખ્સની હત્યા કરેલી લાશ ગામ નજીક આવેલા એક ખેતરમાં આવેલી ઓરડી પાસેથી મળી આવી હતી.

વિપુલ પટેલ ઘરેથી નીકળીયા પછી પાછા ઘરે ન ફરતા  ઘરના લોકોએ  શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અચાનક બનેલી ઘટનાને લઇ આખા  ગામના લોકના  ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા, ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા ડોગ સ્કવોડ તેમજ એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી પરંતુ પોલીસને હાલ સુધી હત્યા બાબતે કોઈ કડી હાથ લાગી ન હતી.

સુરતના કીમ નજીક આવેલા કુડસદ ગામે આશાસ્પદ યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરાય હત્યા હતી ,હાથ, ગળાના ઘરેણા તેમજ મોબાઈલ અને યુવાનનું પાકીટ ગાયબ છે, હાલ ઘણા સવાલો ઉભા થઇ છે કે હત્યા કે પછી પોલીસને ગેર માર્ગે દોરવાનું ષડયંત્ર છે, હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી