Not Set/ 700 ગામ હજુ બસની સેવાથી વંચિત, એસટી નિગમ હજુ નફાની સ્થિતિમાં નથી: આર. સી. ફળદુ

ગાંધીનગર, કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એસ.ટીના કર્મચારીઓની પગારવધારાની માંગને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે 40 થી 45 હજાર કર્મચારીઓની 7માં પગાર પંચની માંગ છે. પરંતુ ST નિગમ હજુ નફાની સ્થિતિમાં નથી. કુલ ૭૦૦૦ જેટલી બસો દોડાવાય છે. વોલ્વો બસની પણ માંગ વધી છે. પરંતુ 700 ગામ હજુ પણ બસની […]

Top Stories Gujarat Trending
654496 faldurc 010218 700 ગામ હજુ બસની સેવાથી વંચિત, એસટી નિગમ હજુ નફાની સ્થિતિમાં નથી: આર. સી. ફળદુ

ગાંધીનગર,

કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એસ.ટીના કર્મચારીઓની પગારવધારાની માંગને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે 40 થી 45 હજાર કર્મચારીઓની 7માં પગાર પંચની માંગ છે.

પરંતુ ST નિગમ હજુ નફાની સ્થિતિમાં નથી. કુલ ૭૦૦૦ જેટલી બસો દોડાવાય છે. વોલ્વો બસની પણ માંગ વધી છે. પરંતુ 700 ગામ હજુ પણ બસની સેવાથી વંચિત છે.

આ ઉપરાંત અપૂરતા વરસાદ અંગે તેઓએ કહ્યું હતું કે, જો સારો વરસાદ નહીં થાય તો તે  ચિંતાનો વિષય હશે. આ બાબતે તેમણે ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે વાત કરી હતી જેને પગલે ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવા અંગે વિચારણા કરાઈ હતી.