Not Set/ પેપ્સિકોના ઇતિહાસના પહેલા મહિલા સીઈઓ આપશે રાજીનામુ : 12 વર્ષ સુધી કર્યું નેતૃત્વ

કોલ્ડ ડ્રિંક્સ અને ફૂડ સેક્ટરની દિગ્ગજ કંપની પેપ્સિકોના સીઈઓ ઇન્દ્રા નૂયી આ વર્ષે ઓક્ટોબરમાં પદ છોડી દેશે. તેઓ 12 વર્ષ બાદ કંપનીના ટોચના પદ પરથી રાજીનામુ આપશે. એમને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણ ના પ્રતીકના રૂપે જોવામાં આવે છે. 62 વર્ષીય ઇન્દ્રા નૂયી 3 ઓક્ટોબરે સીઈઓ પદ છોડી દેશે. રેમોન લગુઆર્તા એમની જગ્યા લેશે. જેમને કંપનીએ ગયા વર્ષે પ્રેસિડેન્ટની જવાબદારી આપી હતી. […]

Top Stories India World Business
pic 173.59d6500a85082 પેપ્સિકોના ઇતિહાસના પહેલા મહિલા સીઈઓ આપશે રાજીનામુ : 12 વર્ષ સુધી કર્યું નેતૃત્વ

કોલ્ડ ડ્રિંક્સ અને ફૂડ સેક્ટરની દિગ્ગજ કંપની પેપ્સિકોના સીઈઓ ઇન્દ્રા નૂયી આ વર્ષે ઓક્ટોબરમાં પદ છોડી દેશે. તેઓ 12 વર્ષ બાદ કંપનીના ટોચના પદ પરથી રાજીનામુ આપશે. એમને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણ ના પ્રતીકના રૂપે જોવામાં આવે છે.

indra nooyi e1533560568347 પેપ્સિકોના ઇતિહાસના પહેલા મહિલા સીઈઓ આપશે રાજીનામુ : 12 વર્ષ સુધી કર્યું નેતૃત્વ

62 વર્ષીય ઇન્દ્રા નૂયી 3 ઓક્ટોબરે સીઈઓ પદ છોડી દેશે. રેમોન લગુઆર્તા એમની જગ્યા લેશે. જેમને કંપનીએ ગયા વર્ષે પ્રેસિડેન્ટની જવાબદારી આપી હતી. પેપ્સિકોના ઇતિહાસમાં ઇન્દ્ર નૂયી પહેલા મહિલા સીઈઓ હતા.

નૂયીએ એક નિવેદનમાં જણાવ્યું કે પેપ્સીકોનું નેતૃત્વ કરવું મારા જીવનનું સૌથી મોટું સમ્માન રહ્યું છે. 12 વર્ષ સુધી કંપની, શેરહોલ્ડર્સ અને સંબંધિત પક્ષોના હિતમાં કામ કરવાનો મને ગર્વ છે. ઇન્દ્રા નૂયીના નેતૃત્વમાં પેપ્સીકોએ ઘણા મોટા બદલાવ જોયા છે. એટલું જ નહિ પેપ્સીકોમાં થયેલા તમામ પ્રયોગોનો શ્રેય એમને જ જાય છે.