Not Set/ અમદાવાદ/ રથયાત્રા પહેલા હથિયારો સાથે ત્રણ આરોપી ઝડપાયા

રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસે હથિયાર સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં ફૈઝલનગર પોલીસ ચોકી પાસે બે દિવસ પહેલા થયેલી ફાયરિંગની ધટનાનો ભેદ ઉકેલાયો, આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જે મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે આ ધટનામાં ભોગ બનનારે એ જાતે જ કૌટુંબીક ઝધડામાં પોતાનાં પર ફાયરિંગ કર્યુ […]

Ahmedabad Gujarat
e7050a1a39383eb5cb39e562ac36b374 અમદાવાદ/ રથયાત્રા પહેલા હથિયારો સાથે ત્રણ આરોપી ઝડપાયા
e7050a1a39383eb5cb39e562ac36b374 અમદાવાદ/ રથયાત્રા પહેલા હથિયારો સાથે ત્રણ આરોપી ઝડપાયા

રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસે હથિયાર સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં ફૈઝલનગર પોલીસ ચોકી પાસે બે દિવસ પહેલા થયેલી ફાયરિંગની ધટનાનો ભેદ ઉકેલાયો, આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જે મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે આ ધટનામાં ભોગ બનનારે એ જાતે જ કૌટુંબીક ઝધડામાં પોતાનાં પર ફાયરિંગ કર્યુ હતુ.

અને મોટા ભાઇએ અન્ય કુંટુંબીઓએ ફાયરિંગ કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન પોલીસે બાતમીનાં આધારે આરોપીના પોતાનાં સાગરીતોનાં ઘરમાં પોતાનાં ભાઇનાં આધારે હથિયારો છુપાવ્યા હોવાની માહિતી મળતા પોલીસે સર્ચ કરતા એક દેશી બનાવટની પિસ્તોલ, 16 કારતુસ, બે દેશી બનાવટનાં તમંચા તેમજ અને તેનાં 10 કારતુસ મળી આવ્યા હતા.  શોહેબે આઝમ ઉર્ફે છોટુ નામનાં શખ્સે જાતે ફાયરિંગ કર્યુ હતુ અને તેનાં ભાઇ મોહમ્મદ સલીમે જુની અદાવતનાં દુશ્મનોના નામે ફરિયાદ નોંધાવી હતી.

જેથી પોલીસે તેની સાથે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે. ત્યારે રથયાત્રા પહેલા જ હથિયાર સાથે ઝડપાયેલા તમામ આરોપીની પોલીસ પુછપરછ કરી રહી છે. અને તેઓ અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ અથવા તો હથિયારનો અન્ય કોઇ જગ્યાએ ઉપયોગ કરવાનાં હતા કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.