Not Set/ સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું, જાણો કોણે શું કહ્યુ

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપુતે આજે મુંબઈમાં પોતોના ફ્લેટમાં આત્મહત્યા કરી દીધી છે. આ વાતને જાણકારી તેના નોકરે પોલીસને આપી હતી. હજુ પણ લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સુશાંતસિંહ રાજપુતે આ પ્રકારનું પગલુ ભર્યુ. એક માસૂમ ચહેરો જેના પર તમને હંમેશા હસી જોવા મળે તે આવુ પગલુ કેવી રીતે ભરી શકે. આવા જ ઘણા બોલિવૂડ […]

Uncategorized
3eb31f3104cf4774e31d5d898b09cf52 સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું, જાણો કોણે શું કહ્યુ

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપુતે આજે મુંબઈમાં પોતોના ફ્લેટમાં આત્મહત્યા કરી દીધી છે. આ વાતને જાણકારી તેના નોકરે પોલીસને આપી હતી. હજુ પણ લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સુશાંતસિંહ રાજપુતે આ પ્રકારનું પગલુ ભર્યુ. એક માસૂમ ચહેરો જેના પર તમને હંમેશા હસી જોવા મળે તે આવુ પગલુ કેવી રીતે ભરી શકે. આવા જ ઘણા બોલિવૂડ શેલ્બ્સે સુશાંતની મોત પર પ્રતિક્રિયાઓ આપી છે.

બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે, આ સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છું. મારી પાસે શબ્દો નથી મને યાદ છે સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ છીંછોરે મેં જોઇ હતી અને હું મારા મિત્ર સાજિદને કહી રહ્યો હતો કે મને આ ફિલ્મ ખૂબ ગમી છે. કાશ હું આ ફિલ્મનો ભાગ હોત. સુશાંત ખૂબ પ્રતિભાશાળી અભિનેતા હતો, પરિવાર પ્રત્યે સંવેદના.

ફરહાન અખ્તર લખે છે, સુશાંતનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છુ. ખૂબ જ દુઃખદ. પરિવારને સંવેદના.

અનુપમ ખેર લખે છે, મારા પ્રિય સુશાંત સિંહ રાજપુતઆખરે કેમ?…કેમ?

સોનાક્ષી સિંહા લખે, મને આઘાત લાગ્યો છે. રેસ્ટ ઇન પીસ સુશાંત, તમે જાણતા નથી કે કોઈ કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દરેક સાથે સારી રીતે રહો. પરિવારને સંવેદના.

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા અંગે અજય દેવગને ટ્વીટ કર્યું, “અજય દેવગને લખ્યું છે,” સુશાંત સિંહ રાજપુતનાં મોતનાં સમાચાર ખૂબ જ દુઃખદ છે. ખૂબ જ મોટુ નુકસાન છે. તેમના પરિવાર અને તેમના પ્રિયજનો પ્રત્યેની મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

રવિના ટંડને સુશાંત સિંહ રાજપુતનાં નિધન પર ટ્વિટ કરીને લખ્યું છે કે, સુશાંત સિંહ રાજપુતનાં અવસાન વિશે સાંભળીને આઘાત લાગ્યો અને તે ખૂબ જ દુઃખદ બાબત છે. કોઈ શબ્દ નથી. દુર્ઘટના છે આ. ખૂબ જ યુવાન અને પ્રતિભાશાળી, તેણે હજી પણ આગળ જવાનુ હતુ. તમારા આત્માને શાંતિ મળે સુશાંત.”

અભિનેતાનાં મોત પર ટ્વીટ કરતા ઉર્વશી રૌતેલાએ લખ્યું છે કે, “હતાશા સૌથી મોટો રોગચાળો છે. હું હજી પણ કાંપી રહી છું. માનસિક રીતે નષ્ટ થઇ ચુકી છું. ખૂબ જ ઝડપથી ચાલ્યા ગયા સુશાંત. તેમના પરિવાર સાથે મારી સંવેદના.”

આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુતે તેની પહેલી ફિલ્મથી જ દર્શકોનું દિલ જીત્યું હતું અને એ પણ સાબિત કરી દીધું હતું કે તેમની પાસે પ્રતિભાની કમી નથી. 34 વર્ષીય સ્માર્ટ સુશાંત છેલ્લે 2019 માં આવેલી ફિલ્મ છીંછોરેમાં જોવા મળ્યો હતો. તેને ફરીથી સ્ક્રીન પર જોવા ચાહકો ખૂબ જ ઉત્સાહી હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.