Not Set/ ભાજપ સમર્થકોના ભ્રષ્ટાચારને છાવરવા માટે મગફળીમાં આગ લગાડવામાં આવી છે : પરેશ ધાનાણી

ગાંધીનગર, રાજકોટ નજીકના શાપરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટના સિટિંગ જજ મારફતે તપાસ કરાવવાની માંગણી કરી છે. વિપક્ષના નેતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, “આ આગ એ ભ્રષ્ટાચારની આગ છે”. એટલે કે, “ભાજપના સમર્થકો દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે મગફળીના ગોડાઉનમાં આગ લગાડવામાં આવી છે”. […]

Top Stories Gujarat
19 12 2017 paresh dhanani ભાજપ સમર્થકોના ભ્રષ્ટાચારને છાવરવા માટે મગફળીમાં આગ લગાડવામાં આવી છે : પરેશ ધાનાણી

ગાંધીનગર,

રાજકોટ નજીકના શાપરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટના સિટિંગ જજ મારફતે તપાસ કરાવવાની માંગણી કરી છે. વિપક્ષના નેતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, “આ આગ એ ભ્રષ્ટાચારની આગ છે”.

એટલે કે, “ભાજપના સમર્થકો દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે મગફળીના ગોડાઉનમાં આગ લગાડવામાં આવી છે”.

પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે મગફળીમાં આગ લગાડવામાં આવી : પરેશ ધાનાણી

ગુજરાતના રાજકોટ પાસેના નાફેડના સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના મામલે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી સત્તાની ખુરશી ઉપર બિરાજમાન ભાજપ ખેડૂત વિરોધી પાર્ટી છે. તે ફક્ત ચૂંટણી સમયે ખેડૂતોને ખુશ કરવા માટે મોટી મોટી જાહેરાતો કરે છે, જયારે હવે તેમના મળતિયાઓને ફાયદો કરાવવા માટે મગફળીમાં આગ લગાડવામાં આવી રહી છે”.

આ આગ એ ભ્રષ્ટાચારની આગ છે

આ ઉપરાંત તેઓએ જણાવ્યું, “જે સરકારી સંસ્થાના ગોડાઉનમાં આગ લગાડવામાં આવી છે તે સંસ્થા પાસે પુરતો સ્ટાફ પણ નથી. જે સંસ્થા પાસે પુરતો સ્ટાફ નથી તેવી સંસ્થાને મગફળી સાચવવાનું કામ સોંપવામાં આવ્યું છે. મગફળીની ગુણીઓમાં માટી ભરી દઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ આગ લગાવવામાં આવી છે”.

કૌભાંડોને છુપાવવા માટે લગાડવામાં આવી આગ

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટણી સમયે મગફળીના ટેકાના ભાવના મામલે રાજકીય રોટલા શેકવામાં આવ્યા હતા. ભાજપના સમર્થકોએ ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં કમિશન ખાધું હતું. આ બધા કૌભાંડોને છુપાવવા માટે સરકારી મગફળીના ગોડાઉનમાં રાખેલી મગફળીના જથ્થાને જ આગ લગાડી દેવામાં આવી રહી છે”.

આ સાથે જ ધાનાણીએ ગોડાઉમાં આગ લાગવાની ઘટનાઓ અંગે હાઈકોર્ટને સિટિંગ જજ દ્વારા તપાસ કરાવવાની પણ માંગણી કરી હતી. ધાનાણીએ એવું પણ કહ્યું હતું કે રૂપાણી સરકારે હજુ સુધી ખેડૂતોને વળતર પણ ચુકવ્યું નથી.

છ મહિનામાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના

મહત્વનું છે કે, રાજકોટ નજીક રાજકોટ-ગોંડલ રોડ ઉપર આવેલ નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના સરકારી મગફળીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગના કારણે અંદાજે ૪૩ હજાર ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આ સાથે જ રાજ્યમાં છ મહિનામાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે.