Surat/ સુરતની દાન ગીગેવ સોસાયટીમાં ડિમોલેશનને લઈ સ્થાનિકોનો વિરોધ

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં સ્થાનિકોએ પાલિકાના કર્મચારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો ટીપી 20 ખુલ્લો કરવા અંતર્ગત રોડ સાઈડને નડતા મકાનનું ડિમોલેશન કરાયું હતું જોકે એક જ સાઈડ ત્રીજી વખત કરવાનું કહેતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો

Gujarat Surat
સુરતના પુણાગામના રહેણાક મકાનમાં આગ પુણાગામના ગીતાનગર 13 સુરતની દાન ગીગેવ સોસાયટીમાં ડિમોલેશનને લઈ સ્થાનિકોનો વિરોધ

સ્માર્ટ સિટી સુરત અંતર્ગત સુરત શહેરના તમામ ટીપી રોડ ખુલ્લા કરવા માટે પાલિકાએ કામગીરી હાથ ધરી છે. તે અંતર્ગત સુરતના પુણાગામ ખાતે આવેલી દાન ગિગેવ સોસાયટીમાં પણ ટીપી 20 ખુલ્લો કરી રોડ ને નડતા બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના કર્મચારીઓ દ્વારા અલગ માપણી કરી એક સાઇડ દબાવી ફરીથી ડિમોલેશન કરવાનું કહેતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.અને આક્ષેપ કર્યા હતા કે પાલિકાના કર્મચારીઓ દ્વારા એક જ સાઈડ ત્રીજી વખત દબાવવામાં આવી છે.

સામેની સાઈડમાં જે પ્રકારે અગાઉ માપણી કરવામાં આવી હતી તેમ માપણી હટાવીને ઝીરો કરી દેવાઈ હતી..જોકે એક જ સાઈડ વધુ દબાવી દેતા સ્થાનિકો એ પાલિકા કર્મીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા..હાલ તમામ સોસાયટીના રહીશો એ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો.

મહત્વનું છે કે આ વિસ્તાર માં લોકો એ સ્વૈચ્છિક ડીમોલેશન કરી ચણતર પણ કરી દીધું છે ત્યારે ફરી થી માપની કરી ડીમોલેશન કરવાનું કહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા.

આ પણ વાંચો:Surat/સુરતના લાભેશ્વર વિસ્તારમાં ગટરીયા પાણી

આ પણ વાંચો:મોટા સમાચાર/ગુજરાત ATSને મળ્યા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ, પાક કનેક્શન અંગે થશે પૂછપરછ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:Realty Transaction/કોણ કહે છે કે મંદી છેઃ ગુજરાતમાં એક જ વર્ષમાં થયા 8.45 લાખ કરોડના રિયલ્ટી સોદા

આ પણ વાંચો:તઘલખી નિર્ણય/નેશનલ મેડિકલ કમિશનનો જેનરિક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવાનો અવિચારી પરિપત્રઃ કોંગ્રેસ