@અમિત રૂપાપર
સુરત મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે વેડ વરિયાવ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને દોઢ મહિના પહેલા જ આ બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે લોકાર્પણ થયાના દોઢ મહિનાના સમયમાં જ ચોમાસાનો પહેલો વરસાદ પડતા જ વેડબરીયા બ્રિજનું વરિયાવ છાપરાભાઠા તરફ જતા ભાગનો એપ્રોચ બેસી ગયો હતો. જોકે આ ઘટનાને લઈને બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો થઈ રહ્યા છે.

હદ તો ત્યારે થઈ કે બ્રિજનું એપરોજ બેસી ગયા ના બે થી અઢી કલાક બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે આવ્યા અને ત્યારબાદ જ્યારે અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરી ત્યારે અધિકારીના મતે આ ઘટના મોટી નથી એટલે કે 118 કરોડના ખર્ચે જે બ્રિજ તૈયાર થયો હતો તે બ્રિજનો એપ્રોચ દોઢ મહિનાના સમયમાં બેસી ગયો તે ઘટના મોટી ઘટના નથી પરંતુ સામાન્ય ઘટના છે આવું સુરત મહાનગરપાલિકાના અધિકારીનું કહેવું છે.

મહત્વની વાત કહી શકાય કે બ્રિજનો એપ્રોચ નો ભાગ બેસી ગયા બાદ અધિકારીઓ બે થી અઢી કલાક બાદ અધિકારીઓ સ્થળ નિરીક્ષણમાં આવ્યા અને ત્યારબાદ એક કલાક પછી બ્રિજનું સમારકામ એટલે કે એપ્રોચનું સમારકામ શરૂ કરવામાં આવ્યું એપ્રોચનો જેટલો ભાગ બેસી ગયો હતો તેના પર કાંકરા રેતી કપચી નું પુરાણ કરવામાં આવ્યું. એક તરફ અધિકારીનું કહેવું એવું છે કે ચોમાસાના પહેલા વરસાદના કારણે પાણી જમીનમાં જવાથી જમીનનો કેટલોક ભાગ ઘસી ગયો છે અને તેના કારણે આ ઘટના બની છે તો અધિકારીઓ દ્વારા ડામોરના પોપડા હટાવી સરખું પુરાણ કરવાના બદલે માત્ર ઉપરથી જ ત્રણથી ચાર જેટલી ટ્રક રેતી કપચી નાખીને રોડનું લેવલિંગ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરને બ્રિજ સીટી કહેવામાં આવે છે પરંતુ સિટીમાં દોઢ મહિના પહેલા જ બનેલા વેડવરીઆવી બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી ગયો હોવાને લઈને સ્થાનિકો દ્વારા પણ ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરવામાં આવ્યા છે પરંતુ અધિકારીઓ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર ન થયો હોવાનું કહીને સમગ્ર ઘટનાને દબાવવા માગતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જોકે હવે જોવાનું એ રહે છે કે આ બ્રિજ બનાવનાર છે તે એજન્સી સામે કોઈ પગલાં લેવાય છે નહીં અને અને બ્રિજ જ્યારે બનતો હતો તે સમયે નિરીક્ષણની કામગીરી છે તે એજન્સીને આપી છે તેની સામે કોઈ પગલા લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું.

બીજી મહત્વની વાત એ કહી શકાય કે વહેલી સવારે જ્યારે સુરતમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે ફોટો સેશન માટે સુરતના મેયર હેમાલી બોઘાવાલા રસ્તા પર ઉતરી ગયા હતા અને પોતે કામગીરી કરી રહ્યા છે તેવું તેમને દર્શાવ્યું હતું અને સ્થળ પર જઈને અધિકારીઓને રસ્તા પરથી પાણીનો નિકાલ કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ બ્રિજના એપ્રોચનો ભાગ બેસી જવાની ઘટનાના ત્રણથી ચાર કલાક બાદ પણ એટલે કે ઘટના બની અને બ્રિજનું સમારકામ થયું ત્યાં સુધી પણ મેયરે સ્થળ નિરીક્ષણ કરવાની તસ્દી લીધી નહીં. એટલે આ ઘટનાને લઈને સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે બ્રિજનું લોકાર્પણ થયું ત્યારે મેયર સૌથી આગળ દેખાઈ રહ્યા હતા પરંતુ જ્યારે બ્રીજના એપ્રોચનો ભાગ બેસી ગયો ત્યારે મેયરે સ્થળ નિરીક્ષણ પણ ન કર્યું.
આ પણ વાંચો:બેંકમાં જતા સુરતીઓ સાવધાન, પૈસા જમા કરાવવા ગયેલા લોકો સાથે થઇ આવી છેતરપિંડી
આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક
આ પણ વાંચો:અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી
આ પણ વાંચો:24 જુલાઈએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
