છેતરપિંડી/ બેંકમાં જતા સુરતીઓ સાવધાન, પૈસા જમા કરાવવા ગયેલા લોકો સાથે થઇ આવી છેતરપિંડી

સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં 23-06-2023ના રોજ એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીએ જણાવ્યું હતું કે સવારના સમયે ઉધના સંઘ સામે આવેલ બેન્ક ઓફ બરોડામાં ફરિયાદી રોકડા રૂપિયા 50,000 જમા કરાવવા ગયા હતા.

Top Stories Gujarat Surat
Untitled 162 બેંકમાં જતા સુરતીઓ સાવધાન, પૈસા જમા કરાવવા ગયેલા લોકો સાથે થઇ આવી છેતરપિંડી

@અમિત રૂપાપરા 

બેંકમાં પૈસા જમા કરાવવા જતા ગ્રાહકોને પોતાની વાતમાં ભોળવી લઈ ગ્રાહકોને પાસે રહેલા રોકડા રૂપિયાની જગ્યા પર તેમને કાગળની ગડ્ડી પકડાવીને લોકો સાથે છેતરપિંડી કરતી ગડ્ડી ગેંગને ઉધના પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી છે. આ ગેંગના 4 ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં 23-06-2023ના રોજ એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરિયાદીએ જણાવ્યું હતું કે સવારના સમયે ઉધના સંઘ સામે આવેલ બેન્ક ઓફ બરોડામાં ફરિયાદી રોકડા રૂપિયા 50,000 જમા કરાવવા ગયા હતા. તે સમયે કેટલાક ઈસમોએ ફરિયાદીને પોતાની વાતમાં ફોસલાવી રોકડા રૂપિયાની જગ્યા પર કાગળની ગડ્ડી પકડાવી દીધી હતી. આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.

Untitled 162 2 બેંકમાં જતા સુરતીઓ સાવધાન, પૈસા જમા કરાવવા ગયેલા લોકો સાથે થઇ આવી છેતરપિંડી

આરોપીને પકડવા માટે કામગીરી કરી રહેલ ઉધના પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બાતમી મળી હતી કે, ઉધના વિસ્તારમાં 23-06-2023ના રોજ જે છેતરપિંડીની ઘટના બની હતી તેનો એક આરોપી ઉધના વિસ્તારમાં ફરી રહ્યો છે. ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા પ્રવીણ રમેશ કોળી નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આરોપીની પૂછપરછ માં સામે આવ્યું હતું કે તેની સાથે અન્ય ત્રણ સહ આરોપીઓ હતા તે મહારાષ્ટ્રના હતા. તેથી ઉધના પોલીસ દ્વારા અન્ય ત્રણ આરોપીને પકડવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી અને આ ટીમ મહારાષ્ટ્ર ખાતે ગઈ હતી.

ઉધના પોલીસની ટીમે મહારાષ્ટ્રના મુંબઈના નાલાસોપારા ખાતેથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ ત્રણ આરોપીમાં વિષ્ણુદંત શુક્લા, મન્ન અબુલ ખાન અને સુરેન્દ્રર પાલ નામના સમાવેશ થાય છે. સુરેન્દ્રર નાલાસોપારામાં જ રહે છે અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. તો મન્ન અબુલખાન પણ નાનાસોપારામાં રહે છે અને મજૂરી કામ કરે છે. તો વિષ્ણુદંત શુક્લા પણ નાલાસોપારાનો રહેવાસી છે અને તે પણ મજૂરી કામ કરે છે. ત્યારે રમેશ કોળી સુરતના નવાગામ ડીંડોલીમાં રહે છે અને મજૂરી કામ કરે છે. આમ પોલીસે બાતમીના આધારે ગડ્ડી ગેંગના એક આરોપીને ઉધના વિસ્તારમાંથી અને અન્ય ત્રણ આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા હતા.

પોલીસ દ્વારા છેતરપિંડીની ઘટનાને લઇ ગડ્ડી ગેંગના પ્રવીણ કોળી, વિષ્ણુદંત શુક્લા, મન્ન અબુલખાન અને સુરેન્દ્રર કનૈયાલાલ પાલની ધરપકડ કરી તેની પાસેથી 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે અગાઉ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં અને પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ દાખલ થયા છે. આમ ઉધના પોલીસે છેતરપિંડીની ઘટનાના ગણતરીના દિવસોમાં જ બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા ગ્રાહકોને ફોસલાવી તેમની પાસેથી રોકડા રૂપિયા લઇ કાગળની ગડ્ડી પકડાવી દેતી ગડ્ડી ગેંગના ચાર આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:વિજય રૂપાણી અને નીતિન પટેલ જઈ શકે છે રાજ્યસભા, જયશંકરને ગુજરાતમાંથી વધુ એક તક

આ પણ વાંચો:અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી

આ પણ વાંચો:રાજ્યવ્યાપી ડમીકાંડમાં સૌ પ્રથમ યુવતી અને સગીરની ધરપકડ

આ પણ વાંચો:અલુણા વ્રત પર સુરત પોલીસે બાળકીઓને એવું કંઇક શીખવાડ્યુ કે જીદગીં ભર યાદ રાખશે..