Election/ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે

અમદાવાદ મહાનગર પાલિકામાં ટિકીટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. આ ઉપરાંત પાર્ટીમાં ટિકિટોને લઈ જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેને ખાળવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે.

Ahmedabad Gujarat
a 70 સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે

ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થતા જ કોંગ્રેસની સાથે ભાજપમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપે પોતે જ બનાવેલા નિયમોને નેવે મૂકીને ઉમેદવારોને ટિકિટ આપી છે. ત્યારે ભાજપમાં અંદરોઅંદર ભારે અસંતોષ પેદા થયો છે.  ત્યારે આવામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ પારિવારિક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દિવસના રોકાણ દરમિયાન રાજકીય ચર્ચાઓ પણ થઈ શકે છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં ટિકીટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. આ ઉપરાંત પાર્ટીમાં ટિકિટોને લઈ જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેને ખાળવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે આ મુદ્દે શાહ પ્રદેશના નેતાઓ પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે.

આજે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ આવશે. તેઓ પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી શકે છે. તો આવતી કાલથી ભાજપની જિલ્લા તાલુકા પંચાયત માટે ઉમેદવારની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરૂ થવાની છે. જેમાં તેઓ હાજરી આપી શકે છે. હાલ ભાજપમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમિત શાહની અચાનકની આ મુલાકાત અંગે ઘણુ બધુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ કેટલાક પ્રસંગોએ ગુજરાત આવતા હોય છે. ત્યારે ચૂંટણી સમયે તેમનું ગુજરાતમાં આગમન અનેક બાબતો પર સૂચવે છે.

વાસણા, વેજલપુર અને નવરંગપુરામાં બ્રહ્મ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવા છતાં પણ ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાની ફરિયાદો ઉઠી છે. આ બધી બાબતો વચ્ચે અમિત શાહનો પ્રવાસ ઘણો સૂચક માનવામાં આવી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ