Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, આજે અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ રણસંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે મોટી મોટી પાર્ટીના મોટા નેતાઓએ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે અમિત શાહ

Top Stories Gujarat
1

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે હાલ, રણસંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે મોટી મોટી પાર્ટીના મોટા નેતાઓએ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે અમિત શાહ અમદાવાદની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં 20 કિલો મીટરનો રોડ શો કરશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી ગુજરાતમાં આજે ભરૂચથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવાના છે.

Image result for image of manish sisodiya

ભાવનગર / વંદન કોર્પોરેશનમાં GST ચેકિંગ, 3 લોકોની કરવામાં આવી અટકાયત

આ નેતાઓના કાર્યક્રમ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, ટિકિટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. શાહ જૂથના નેતાઓએ તેમનામાંથી થોડા લોકોને સમાવ્યા હોવાની વાતથી અસંતોષ છે. જેને ખાળવા માટે અમિત શાહ આજે સાતમી ફેબ્રુઆરીના રોજ રવિવારે અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે તેઓ પ્રદેશના નેતાઓ તથા પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે. પક્ષના જણાવ્યાં પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહ લોકસભા મતવિસ્તાર ગાંધીનગરની સંકલન બેઠક માટે અમદાવાદ આવી રહ્યાં છે. પરંતુ કાર્યકરોમાં ટિકિટ વહેંચણીને કારણે ઘણો અસંતોષ વ્યાપ્યો છે તેના કારણે તેઓ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, ગુજરાતમાં આજે અમિત શાહ, મનિષ સિસોદીયા અને ઓવૈસી

Controversy / કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું, ધાર્મિક માલવિયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેચી શકે છે…!!

આજે ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉતર્યા છે. સાથે છોટુભાઈ વસાવાની સાથે ગઠબંધન પણ કર્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પર ઔવેસીના સ્વાગત માટે છોટુ વસાવાના ભાઈ મહેશ વસાવા પહોંચ્યા હતા. BTP અને MIMએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન સાથે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં 20 કિલો મીટરનો રોડ શો કરશે. શનિવારે, અમદાવાદમાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા અમદાવાદ આવી પહોંચ્યા હતા.

fire / દિલ્હીના ઓખલા વિસ્તારની ફેકટરીમાં આગ, ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…