નવરાત્રી/ છઠા નોરતે સ્વચ્છતા અભિયાન ભાગરૂપે સોસાયટી, શહેર, રાજ્ય તથા રાષ્ટ્રને સ્વચ્છ અને સુંદર રાખવાના શપથ

હું નવરાત્રીના પાવનપર્વમાં તથા ગાંધી જયંતી નિમિતે રાત્રે ગરબા દરમ્યાન જગતજનની માં જગદંબાની હાજરીમાં શપથ લઉં છું કે, હું જેમ મારા શરીર અને ઘર ને સ્વચ્છ અને સુંદર રાખું છું તેમ મારી સોસાયટી, શહેર, રાજ્ય તથા રાષ્ટ્ર ને પણ સ્વચ્છ અને સુંદર રાખીશ.

Top Stories Ahmedabad Gujarat
Untitled 4 7 છઠા નોરતે સ્વચ્છતા અભિયાન ભાગરૂપે સોસાયટી, શહેર, રાજ્ય તથા રાષ્ટ્રને સ્વચ્છ અને સુંદર રાખવાના શપથ

હાલમાં નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી આવી છે. અને ગાંધી જયંતી એટલે સત્ય અહિંસા સાથે સ્વચ્છતાના આગ્રહી અને હિમાયતી એવા લોકોના લાડીલા નેતા. ગાંધી જયંતી અને નવરાત્રીના શુભ સંગમ પર અમદાવાદના નારાયણ પુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના રહીશોએ અનોખી રીતે ઉજવણી કરી હતી.

છઠા નોરતે ગાંધી જયંતી નિમિત્તે નારણપુરાની અનેક સોસાયટીના રહીશોએ માં જગદંબાની હાજરીમાં ગરબા દરમ્યાન સ્વચ્છતા અભિયાન ભાગરૂપે મારી સોસાયટી, શહેર, રાજ્ય તથા રાષ્ટ્ર ને પણ સ્વચ્છ અને સુંદર રાખીશું એવા શપથ લીધા.

શપથપત્ર

હું નવરાત્રીના પાવનપર્વમાં તથા ગાંધી જયંતી નિમિતે રાત્રે ગરબા દરમ્યાન જગતજનની માં જગદંબાની હાજરીમાં શપથ લઉં છું કે, હું જેમ મારા શરીર અને ઘર ને સ્વચ્છ અને સુંદર રાખું છું તેમ મારી સોસાયટી, શહેર, રાજ્ય તથા રાષ્ટ્ર ને પણ સ્વચ્છ અને સુંદર રાખીશ. કોઈ પણ જાહેર જગ્યાએ કચરો ફેંકીશ નહિ કે ગંદકી કરીશ નહિ તથા અન્યોને પણ કચરો ફેલાવતા રોકીશ, તેમજ કચરા માટે કચરા પેટીનો જ ઉપયોગ કરીશ. રાષ્ટ્ર ને દરેક ક્ષેત્રે સર્વોચ્ચ શિખરે લઇ જવા તથા સ્વચ્છ અને સુરક્ષિત કરવા હું તન મન અને ધનથી પ્રયત્નશીલ રહીશ. હું આ શપથનું પાલન કરીશ તથા આ શપથ સોંગંદપૂર્વક અનેકને સમયાંતરે લેવડાવીશ.