ahmedabad accident/ અમદાવાદમાં નિરમા યુનિ. જોડે હિટ એન્ડ રનઃ દંપતીમાં પત્નીનું મોત

અમદાવાદમાં નબીરાઓનો ત્રાસ વધી ગયો છે. હિટ એન્ડ રનમાં વધુ એક નબીરાએ આજે એકનો ભોગ લીધો છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી ખાતે નિરમા યુનિવર્સિટી પાછળ ટુ-વ્હીલર પર જતા દંપતીને અજાણ્યા નબીરાની કારે ટક્કર મારી હતી

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 5 1 અમદાવાદમાં નિરમા યુનિ. જોડે હિટ એન્ડ રનઃ દંપતીમાં પત્નીનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં નબીરાઓનો ત્રાસ વધી ગયો છે. હિટ એન્ડ રનમાં વધુ એક નબીરાએ આજે એકનો ભોગ લીધો છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી ખાતે નિરમા યુનિવર્સિટી પાછળ ટુ-વ્હીલર પર જતા દંપતીને અજાણ્યા નબીરાની કારે ટક્કર મારી હતી અને ટક્કર મારી તે ભાગી ગયો હતો. તેના લીધે દંપતીમાં મહિલાનું તાત્કાલિક મોત થયું હતું, જ્યારે તેના પતિને સામાન્ય ઇજા થઈ હતી.

આ અંગે વૈષ્ણોદેવી પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસને વિશ્વાસ છે કે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાના પગલે આ નબીરો કોણ હશે તે પકડાઈ જશે. આસપાસની કેટલીય સોસાયટીઓમાં સીસીટીવી લાગેલા છે. હવે આ સીસીટીવી પરથી તે ક્યારે પકડાશે. આ દર્શાવે છે કે અમદાવાદમાં હવે બેફામ ડ્રાઇવિંગ જાણે સામાન્ય બાબત બની ગઈ છે. અમદાવાદમાં ઠેર-ઠેર તથ્ય ફરી રહ્યા છે.

અમદાવાદમાં હવે કદાચ કોઈ દિવસ જતો નહી હોય જ્યારે અકસ્માત ન થાય. દરરોજના એક કે બે મોત સામાન્ય થઈ ગયા છે. હમણા તાજેતરમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસનું ગુજરાતમાં આયોજન થયું. તેમા કેન્દ્રીય માર્ગપરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઓવરસ્પીડિંગના લીધે અકસ્માતો તો થાય જ છે, પરંતુ તેની સાથે-સાથે રસ્તાની ફોલ્ટી ડિઝાઇન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી રસ્તાની ડિઝાઇન બનાવનારે પહેલા તો ડિઝાઇનમાંથી આવા અકસ્માત ઝોનના સ્વરૂપમાં દર્શાવાતા બ્લેક સ્પોટ દૂર કરવા પડશે. પ્રાણઘાતક અકસ્માતોમાં આ પણ એક કારણ છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ