નિધન/ પદ્મશ્રી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું 93 વર્ષની વયે અવસાન

ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ 2018માં પદ્મશ્રી આપવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
5 1 2 પદ્મશ્રી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું 93 વર્ષની વયે અવસાન

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 93 વર્ષની વયે અવસાન થયું છે.તેમના અવસાનથી પત્રકાર જગતને એક ઉમદા ફોટોજર્નાલિસ્ટની ખોટ સાલશે..તેમના નિધનથી લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

ફોટો જર્નાલિસ્ટ તરીકેની તેમની કારર્કિદીમાં તેમણે અનેક ઘટનાઓની હજારો અદભૂત તસવીર લીધી હતી,તેમના ફોટાથી તેઓ દેશભરમાં વિખ્યાત હતા…..તેઓ 60 વર્ષ સુધી ન્યુઝ પેપરમાં કાર્યરત રહ્યા હતા.. ઘટના સંદર્ભે ફોટો પાડવાની અદભૂત કળા હતી.ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા..તેમને ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ 2018માં પદ્મશ્રી આપવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચોઃ Uttarkashi માં રેસ્ક્યુ દરમિયાન અનોખી ઘટના, ભગવાન શિવ જેવી આકૃતિ ટનલની બહાર ઉભરી આવી

આ પણ વાંચોઃ PM Rishi Sunak/ ઋષિ સુનકે એલોન મસ્કની આકરી ટીકા કરી

આ પણ વાંચોઃ Rescue Operation/ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા વિવિધ મોરચે થઈ રહ્યું છે રેસક્યુ ઓપરેશન