Not Set/ CBSEનું ધો. ૧૨નું પરિણામ કરાયું જાહેર, નોઇડાની મેઘના શ્રીવાસ્તવ બની ટોપર

નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શનિવારે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE દ્વારા જાહેર કરાયેલા રિઝલ્ટમાં કુલ ૮૩.૦૧ ટકા વિધાથીઓ પાસ થયા છે. ગત વર્ષે આ પરિણામ ૮૨.૦૨ ટકા હતું. CBSEના ધોરણ ૧૨માં નોઇડાની મેઘના શ્રીવાસ્તવે કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક્સ મેળવી દેશભરમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારબાદ અનુષ્કા ચંદ્રા […]

Top Stories Trending
239395 cbse delhi students CBSEનું ધો. ૧૨નું પરિણામ કરાયું જાહેર, નોઇડાની મેઘના શ્રીવાસ્તવ બની ટોપર

નવી દિલ્હી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શનિવારે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE દ્વારા જાહેર કરાયેલા રિઝલ્ટમાં કુલ ૮૩.૦૧ ટકા વિધાથીઓ પાસ થયા છે. ગત વર્ષે આ પરિણામ ૮૨.૦૨ ટકા હતું.

CBSEના ધોરણ ૧૨માં નોઇડાની મેઘના શ્રીવાસ્તવે કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક્સ મેળવી દેશભરમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ત્યારબાદ અનુષ્કા ચંદ્રા ૪૯૮ માર્ક્સ સાથે બીજી સ્થાન હાંસલ કર્યું છે.

 LIVE અપડેટ્સ :

દેશભરમાં CBSEનું સૌથું વધુ પરિણામ ત્રિવેન્દ્રમ શહેરનું આવ્યું છે. ત્રિવેન્દ્રમમાં રેકોર્ડ ૯૭.૩૨ % વિધાથીઓ પાસ થયા છે જયારે ચેન્નઈ ૯૩.૮૭ % સાથે બીજા અને રાજધાની દિલ્હી ૮૯ % સાથે ત્રીજા સ્થાને આવ્યું છે.

જાહેર કરાયેલા પરિણામ મુજબ, CBSE પરીક્ષામાં વિધાથીનીઓનો દબદબો જોવા મળ્યો છે. રિઝલ્ટમાં છોકરીઓની પાસ થવાની ટકાવારી ૮૮.૩૧ % જયારે છોકરાઓની ટકાવારી ૭૮.૯૯ % રહી છે.

રિઝલ્ટમાં ૪૯૭ માર્ક સાથે ત્રીજા સ્થાન પર કુલ ૭ વિધાથીઓ આવ્યા છે, જેમાં એક જયપુર, ૧ લુધિયાણા, ૧ હરિદ્વાર, ૧ નોઇડા, ૧ મેરઠ અને ૨ વિધાથીઓ ગાઝિયાબાદના છે.

CBSEના પરિણામમાં દિવ્યાંગ વિધાથીઓના ટોપર્સ લિસ્ટમાં ત્રણ નામ શામેલ છે. જેમાં પ્રથમ સ્થાન એ વિજય ગણેશે મેળવ્યો છે, જેઓએ ૪૯૨ માર્ક મેળવ્યા છે. જયારે બીજા સ્થાન પર પૂજા કુમારી અને ત્રીજા સ્થાન પર લવન્યા ઝા છે.

સીબીએસઈ પરીક્ષામાં કુલ ૭૨૫૯૯ વિદ્યાર્થીઓએ ૯૦થી વધુ ગુણ મેળવ્યા છે જયારે ૧૨,૭૩૭ વિધાથીઓએ ૯૫ % થી વધુ માર્ક મેળવ્યા છે.

આ વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ.

www.results.nic.in,

www.cbseresults.nic.in,

www.cbse.nic.in.

એસએમએસ દ્વારા જોઈ શકાશે પરિણામ.

cbse12 લખીને 7739299899 પર મોકલી શકો છો.

દેશના બીજા વિધાર્થીઓ માટે – 011-24300699

ધોરણ ૧૨ના કુલ ૧૧,૮૬,૩૦૬ વિધાથીઓએ આપી હતી પરીક્ષા

આ વર્ષે CBSE બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ઘો. ૧૨ના ૧૧,૮૬,૩૦૬ વિધાથીઓએ એક્ઝામ આપી હતી, જેમાંથી ૮૩.૦૧ ટકા વિધાથીઓ પાસ થયા છે.

જયારે ધો. ૧૦ના ૧૬,૩૮,૪૨૮ વિધાથીઓએ પણ આ વર્ષે એક્ઝામ આપી હતી તેઓનું પરિણામ આગામી સપ્તાહે જાહેર કરવામાં આવી શકે છે.

આ વખતે બોર્ડ દ્વારા ૪૧૩૮ પરીક્ષા કેન્દ્રો પર પર્રીક્ષાનું આયોજન કરાયું હતું અને ૭૧ જેટલા કેન્દ્રો ભારતની બહાર પણ હતાં.