Not Set/ અયોધ્યામાં ઉદ્ધવે કરી ગર્જના, “મને શ્રેય નહિ પણ, જોઈએ છે રામ મંદિરના નિર્માણની..

અયોધ્યા, ૨૦૧૯મી લોકસભા ચૂંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા એક ધર્મસભાનું આયોજન કરાયું છે, ત્યારે આ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારે અયોધ્યા પહોચ્યા છે. Humein aaj mandir banne ki tareekh chahiye. Pehle mandir kab banaoge wo batao, baaki baatein to baad me hoti rahengi. Aaj […]

Top Stories India Trending
e1bee066395cd73377d2e0187bf210fd અયોધ્યામાં ઉદ્ધવે કરી ગર્જના, "મને શ્રેય નહિ પણ, જોઈએ છે રામ મંદિરના નિર્માણની..

અયોધ્યા,

૨૦૧૯મી લોકસભા ચૂંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા એક ધર્મસભાનું આયોજન કરાયું છે, ત્યારે આ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શનિવારે અયોધ્યા પહોચ્યા છે.

જો કે અયોધ્યા પહોચ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, “મને રામ મંદિરના નિર્માણનો શ્રેય જોઈતો નથી, પરંતુ મને રામ મંદિરના નિર્માણની તારીખ જોઈએ છે. અમે બધા સાથે મળીને રામ કરીશું તો મંદિરનું નિર્માણ જલ્દી થશે”.

તેઓએ વધુમાં કહ્યું, “હું અયોધ્યા રાજનીતિ કરવા માટે આવ્યો નથી. કેન્દ્રની મોદી સરકાર રામ મંદિર પર કાયદો લાવે. હવે રામ મંદિર પર હિંદુ ચૂપ રહેશે નહિ”.

1508316974 7124 e1542783381669 1 અયોધ્યામાં ઉદ્ધવે કરી ગર્જના, "મને શ્રેય નહિ પણ, જોઈએ છે રામ મંદિરના નિર્માણની..
national-ayodhya-shivsena-ram-mandir-issue-udhav-thakrey-dharam-sansad-vhp-bjp

ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ અંગે કહ્યું, “રામ મંદિર બન્યા બાદ હું પણ એક રામ ભક્ત તરીકે દર્શન કરવા માટે આવીશ”.

વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું, “રામ મંદિર પર ભાજપ છેલ્લા ચાર વર્ષથી કુંભકર્ણ બની ગઈ છે, હવે હું તેઓને જગાડવા માટે અયોધ્યા આવ્યો છું”.

અયોધ્યા પહોચ્યા શિવસૈનિકો

317928 ayodhya.jpg?zoom=0 અયોધ્યામાં ઉદ્ધવે કરી ગર્જના, "મને શ્રેય નહિ પણ, જોઈએ છે રામ મંદિરના નિર્માણની..
national-ayodhya-shivsena-ram-mandir-issue-udhav-thakrey-dharam-sansad-vhp-bjp

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત હજારોની સંખ્યામાં શિવસૈનિકો અયોધ્યા પહોચી રહ્યા છે. શુકવાર રાતથી વિશેષ ટ્રેન દ્વારા ૨ હજારની સંખ્યામાં શિવસૈનિકો અયોધ્યા પહોચ્યા છે. આ તમામ મુંબઈના થાણે જિલ્લાના બતાવવામાં આવી રહ્યા છે.

અયોધ્યા સ્ટેશન પર ઉતરવાની સાથે જ શિવસૈનિકો રેલ્વે સ્ટેશનનું પરિસર “જય શિવાજી-જય ભવાની”ના નારા સાથે ગૂંજી ઉઠ્યું હતું.

અયોધ્યા ઉતરવાની સ્તાહે જ શિવસૈનિકોએ કહ્યું હતું કે, “અમે તમામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જગાડવા માટે આવ્યા છે”.