Not Set/ જમ્મુ-કાશ્મીર / સુરક્ષા દળોએ 10 વર્ષ જુના આતંકવાદી ઠેકાણા શોધી કાઢ્યા, વિપુલ માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો હાથ લાગ્યા

આતંકવાદી ઠેકાણામાંથી  એકે-47 રાઇફલ્સ અને 2000 રાઉન્ડ ગોળીઓ, 3 આરપીજી રાઉન્ડ મળી સુરક્ષા દળોએ કાર્યવાહીમાં 2 વાયરલેસ સેટ અને સેટેલાઇટ ફોન પણ કબજે કર્યા હતા. આતંકવાદી આશ્રયસ્થાન લગભગ 10 વર્ષ જૂનું હોઈ શકે છે, અહીં શસ્ત્રો અને વિસ્ફોટક છુપાયેલા હતા શ્રીનગર જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં, સુરક્ષા દળોએ શનિવારે એક મોટા આતંકવાદી ઠેકાણાને શોધી કાઢવામાં અસફળતા મળી હતી. […]

Top Stories India
31kihun02 accki01bikeaccident.jp 4 જમ્મુ-કાશ્મીર / સુરક્ષા દળોએ 10 વર્ષ જુના આતંકવાદી ઠેકાણા શોધી કાઢ્યા, વિપુલ માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો હાથ લાગ્યા

આતંકવાદી ઠેકાણામાંથી  એકે-47 રાઇફલ્સ અને 2000 રાઉન્ડ ગોળીઓ, 3 આરપીજી રાઉન્ડ મળી

સુરક્ષા દળોએ કાર્યવાહીમાં 2 વાયરલેસ સેટ અને સેટેલાઇટ ફોન પણ કબજે કર્યા હતા.

આતંકવાદી આશ્રયસ્થાન લગભગ 10 વર્ષ જૂનું હોઈ શકે છે, અહીં શસ્ત્રો અને વિસ્ફોટક છુપાયેલા હતા

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં, સુરક્ષા દળોએ શનિવારે એક મોટા આતંકવાદી ઠેકાણાને શોધી કાઢવામાં અસફળતા મળી હતી.  ઉત્તર કાશ્મીરના સોપોરના રફિયાબાદ વિસ્તારમાં બનાવવામાં આવેલા આ સ્થાને આતંકીઓ છુપાવવા માટે ઉપયોગમાં લેતા હતા. સુરક્ષા દળોએ અહીંથી 2 એકે-47 રાઇફલ્સ અને તેના 2000 રાઉન્ડની ગોળીઓ, 3 આરપીજી રાઉન્ડ, 2 વાયરલેસ સેટ અને સેટેલાઇટ ફોન કબજે કર્યા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ દલરીના જાડા જંગલમાં છુપાયેલા 5 આતંકવાદીઓની બાતમી પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ પછી, સુરક્ષા દળોને તેમના ઠેકાણા વિશે જાણ થઈ. જોકે, સુરક્ષાદળો આવે તે પૂર્વે આતંકીઓ અહીંથી છટકી ગયા હતા.  આ સ્થાન લગભગ 10 વર્ષ જૂનું હોઈ શકે છે. આતંકીઓ અહીં શસ્ત્રો અને વિસ્ફોટકો છુપાવતા હતા. સવારે શરૂ થયેલી આ કામગીરી બપોરે શસ્ત્રોની પ્રાપ્તિ સાથે સમાપ્ત થઈ હતી.

આતંકીઓ મોટા ગુનાને અંજામ આપવા તૈયારી કરી રહ્યા હતા

રાષ્ટ્રીય રાઇફલ્સ સેક્ટર 7 ના કમાન્ડર, સ્થળની મુલાકાત લીધા પછી જપ્ત કરેલી સામગ્રીને તપાસ માટે મોકલવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે, ઝડપાયેલા હથિયારો અને વિસ્ફોટકો જોયા પછી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ મોટો ગુનો કરવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આસપાસના વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ કાર્યવાહી 32 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને સીઆરપીએફની 92 બટાલિયનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.