Bardoli/ ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો કરશે આંદોલન

@મુકેશ રાજપૂત, બારડોલી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે ફ્લાય ઓવરબ્રિજ માગણીના સંદર્ભમાં 28 -12 -20 ના રોજ રસ્તા રોકો આંદોલન કરવાનું હોય સમસ્ત ગામ વડીલો સ્નેહીજનો બહેનો તેમજ વિશાળ માત્રામાં યુવાનોની રાધાકૃષ્ણ મંદિરમાં આગળની આંદોલનની રૂપરેખા માટે મીટીંગ રાખવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી કામરેજ તાલુકાના ઉંભેળ ગામે નેશનલ હાઈવે ઉપર વધતા જતા અકસ્માતોની […]

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 32 ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો કરશે આંદોલન

@મુકેશ રાજપૂત, બારડોલી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે ફ્લાય ઓવરબ્રિજ માગણીના સંદર્ભમાં 28 -12 -20 ના રોજ રસ્તા રોકો આંદોલન કરવાનું હોય સમસ્ત ગામ વડીલો સ્નેહીજનો બહેનો તેમજ વિશાળ માત્રામાં યુવાનોની રાધાકૃષ્ણ મંદિરમાં આગળની આંદોલનની રૂપરેખા માટે મીટીંગ રાખવામાં આવી હતી.

છેલ્લા કેટલાય સમયથી કામરેજ તાલુકાના ઉંભેળ ગામે નેશનલ હાઈવે ઉપર વધતા જતા અકસ્માતોની કારણે ફ્લાય ઓવર બ્રિજની માંગણી કરવામાં આવી હતી. જેમાં હાઈવે ઓથોરીટી તેમજ ધારા સભ્ય અને સાંસદ સભ્યોએ પણ લેખિતમાં બાંહેધરી આપવા છતાં કોઈ નક્કર કામગીરી નહિ થતાં આગામી તા 28.12.2020ના રોજ આંદોલન કરવા માટેનું એક આવેદન પત્ર જિલ્લા કલેકટર, હાઈવે ઓથોરિટી, તેમજ પોલીસ તંત્રને આપવામાં આવ્યું હતું.

જે આંદોલન કેવીરીતે સફળ બનાવવું તે અંગે ઉંભેળ ગામ સમસ્ટની એક મીટીંગ ગામના રાધાકૃષ્ણ મંદિરે બોલાવી હતી. જેમાં વડીલો મહિલાઓ તેમજ યુવાનો પણ જોડાયા હતા અને એક સુરે જ્યાં સુધી બ્રિજ નહિ બને ત્યાં સુધી લડી લેવા ઉપરાંત તંત્ર દ્વારા તેંમજ રાજકારણીઓએ અનેક વખત ઠાલા વચનો લેખિતમાં આપવામાં આવ્યા છતાં આ આંધળી અને બહેરી સરકાર  લોકોને ઉલ્લુ બનાવી માત્ર લોલીપોપ આપતા હોવાથી આવતા સોમવારના રોજ કાયદો હાથમાં લીધા વગર જલ્દી આંદોલન આજ સુધી કોઈએ કર્યું નહિ હોય તે રીતે ચક્કાજામ સહિતના કાર્યક્રમોની રણ નીતિ ઘડવામાં આવી હતી જેનો હાજર રહેલા સૌ ગામજનોએ એકી અવાજે વધાવી લીધો હતો જેમાં બાળકોથી લે મહિલાઓએ પણ સુર પુરાવી આંદોલનમાં આખું ગામ ઉપરાંત આસપાસના ગામો પણ જોડાશે.

PM MODI / ખેડૂત દિવસે પ્રધાનમંત્રી મોદીએ ચૌધરી ચરણસિંહને આ શબ્દોમાં પા…

રાજકોટ / આખરે તંત્રનું નક્કર તરફ પ્રયાણ, ફાયર એનાઓસી મેળવ્યા વિના દર્…

Gujarat / આ તારીખથી ગુજરાત હાઈકોર્ટના જજીસ ઘરે બેસીને કેસની સુનાવણી કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…