Politics/ સાક્ષી મહારાજે ફરી ફોડ્યો વાકબોમ્બ – “ઓવૈસીએ બિહારમાં ભાજપને મદદ કરી, બંગાળ-યુપીમાં પણ કરશે”

પોતાનાં નિવેદનો દ્વારા ચર્ચામાં રહેતા ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજે હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી વિશે મોટો ધડાકો કર્યો છે. ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, ઓવૈસીએ બિહારમાં ભાજપને

Top Stories India
sakshi Maharaj 1 સાક્ષી મહારાજે ફરી ફોડ્યો વાકબોમ્બ - "ઓવૈસીએ બિહારમાં ભાજપને મદદ કરી, બંગાળ-યુપીમાં પણ કરશે"

પોતાનાં નિવેદનો દ્વારા ચર્ચામાં રહેતા ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજે હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી વિશે મોટો ધડાકો કર્યો છે. ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, ઓવૈસીએ બિહારમાં ભાજપને મદદ કરી હતી. બંગાળ અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં પણ મદદ કરશે. નિવેદન બાદ સાક્ષી મહારજ પર સપાએ હુમલો સૌ પ્રથમ હુમલો કર્યો છે. સપાના પ્રવક્તા અનુરાગ ભાદોરીયાએ કહ્યું કે સાક્ષીના નિવેદનથી ભાજપ અને ઓવૈસીના સંબંધો પરથી પડદો દૂર થઈ ગયો છે. 

ઓવૈસીએ મંગળવારે યુપીમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તે પહેલા સપાના ગઢ આઝમગઢ પહોંચ્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવ આઝમગઢનાં સાંસદ છે. ઓવૈસીનું નિશાન સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ હતું. તેમણે કહ્યું કે સમાજવાદી સરકારમાં અખિલેશે મને અહીં 12 વાર આવવાનું બંધ કરાવ્યું હતું. ઓવૈસીએ તો એમ પણ કહ્યું કે સમાજવાદી પાર્ટી જમીન પર ક્યાંય નથી. તે ફક્ત ફેસબુક પર છે. 

ઉલ્લેખનીય છે કે, બિહારની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની મજબૂત હાજરી હતી. તે મેદાનમાં આવ્યા ત્યારે જ ભાજપને ફાયદો થાય તેવી વાતો કરવામાં આવી રહી હતી. ઓવૈસીએ ફક્ત તે જ વિસ્તારોમાં ઘણી બેઠકો જીતી હતી, જ્યાં સીમાંચલમાં મહાગઠબંધન પર ઘણો ભાર છે. પરંતુ તે બેઠકો આરજેડી અને કોંગ્રેસના હાથમાંથી જીતી હતી ન કે ભાજપનાં ખાતામાંથી. બિહારની ચૂંટણીના પરિણામો પછી, ઘણા રાજકીય વિશ્લેષકો પણ માનતા થયા કે ઓવૈસીને કારણે મહાગઠબંધન બહુમતીથી દૂર રહ્યું અને એનડીએને સત્તા પાછી મેળવવામાં મદદ થઇ. ઘણા લોકોએ ઓવૈસીને ભાજપની બી ટીમ તરીકે પણ જોવામાં આવી હતી.

હવે સાક્ષી મહારાજનું નિવેદન પ્રથમ આવ્યા પછી સમાજવાદી પાર્ટીની પ્રતિક્રિયા પ્રથમ આવી છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અનુરાગ ભદૌરીયાએ કહ્યું કે અમે પહેલાથી જ કહેતા આવ્યા છે કે ઓવૈસી ભાજપના ઇશારે આવતા રહે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેમના હેલિકોપ્ટરમાં બળતણ કોણ પુરાવે છે. હવે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ખુલ્લેઆમ કહ્યું કે ઓવૈસીએ બિહારમાં અમને મદદ કરી, બંગાળ અને યુપીમાં પણ કરશે. માસ્ક ભાજપના ચહેરા પરથી ઉતરી ગયુ છે. દરેક વસ્તુ સ્પષ્ટ રીતે લોકો માટે દૃશ્યમાન છે. લોકો આ જરુર યાદ રાખશે. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…