Not Set/ નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ આ રાજ્યમાં માત્ર 4 દિવસમાં કુલ 1.41 કરોડ રૂપિયાનો ફાટ્યો મેમો

ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘનને રોકવા માટે નવા કાયદાનાં અમલીકરણનાં માત્ર ચાર દિવસમાં ભારતનાં બે રાજ્યો હરિયાણા અને ઓડિશાએ મેમો દ્વારા રૂ. 1.41 કરોડની રાશિ એકત્રિત કરી છે. ગુરુવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. સંસદે 31 જુલાઇનાં રોજ નવા કાયદાને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ 9 ઓગષ્ટનાં રોજ આ કાયદા માટે સંમત થયા, ત્યારબાદ તે 1 સપ્ટેમ્બરથી […]

Top Stories India
traffucc નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ આ રાજ્યમાં માત્ર 4 દિવસમાં કુલ 1.41 કરોડ રૂપિયાનો ફાટ્યો મેમો

ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘનને રોકવા માટે નવા કાયદાનાં અમલીકરણનાં માત્ર ચાર દિવસમાં ભારતનાં બે રાજ્યો હરિયાણા અને ઓડિશાએ મેમો દ્વારા રૂ. 1.41 કરોડની રાશિ એકત્રિત કરી છે. ગુરુવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. સંસદે 31 જુલાઇનાં રોજ નવા કાયદાને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ 9 ઓગષ્ટનાં રોજ આ કાયદા માટે સંમત થયા, ત્યારબાદ તે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અમલમાં આવ્યો.

Hyderabad Penalty Point System Day 1 નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ આ રાજ્યમાં માત્ર 4 દિવસમાં કુલ 1.41 કરોડ રૂપિયાનો ફાટ્યો મેમો

માર્ગ પરિવહન અને રાજમાર્ગ વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ઓડિશા મોટર વાહન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન કરવા માટે 4,080 જેટલા ચલણો કાપવામાં આવ્યા હતા, જેમા 88.90 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા.” આ સાથે 46 વાહનો કબજે કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, હરિયાણામાં 343 ચલણ કાપવામાં આવ્યા હતા અને 52.32 લાખ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં નવો કાયદો અમલમાં આવ્યાના પહેલા જ દિવસે 3,900 ચલણ કાપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.