વિસ્ફોટ/ કાબુલમાં મિની બસમાં વિસ્ફોટ,સાત લોકોના મોત,20થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં એક મીની બસમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

Top Stories World
6 6 કાબુલમાં મિની બસમાં વિસ્ફોટ,સાત લોકોના મોત,20થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં એક મીની બસમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. પોલીસ પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે કાબુલ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા દશ્તી બરચી વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જાદરાને કહ્યું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી, પરંતુ ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા સંગઠનોએ ભૂતકાળમાં આ ક્ષેત્રમાં શિયા શાળાઓ, હોસ્પિટલો અને મસ્જિદોને નિશાન બનાવી છે.

“કાબુલના દશ્ત-એ-બરચી વિસ્તારમાં નાગરિક મુસાફરોને લઈ જતી બસમાં વિસ્ફોટ થયો, કમનસીબે અમારા સાત દેશબંધુઓ શહીદ થયા અને 20 અન્ય ઘાયલ થયા,” ખાલિદ ઝદરાને સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષાકર્મીઓ સ્થળ પર છે અને વિસ્ફોટની તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં પણ આ પહેલા  એક સ્પોર્ટ્સ ક્લબમાં ઘાતક વિસ્ફોટનો દાવો ઈસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તાલિબાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા.


 

આ પણ વાંચોઃ Bihar/ ખેડૂતો ‘કંગાળ’, બ્રાહ્મણોની હાલત દયનીય, ચોંકાવનારો છે બિહારનો આર્થિક સર્વે રિપોર્ટ

આ પણ વાંચોઃ FireCracker Ban/ ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચોઃ Mission Sucess/ ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.