Not Set/ સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા

પાકીસ્તાનના હુબોરા એટલે કે સોન ચિરૈયા પક્ષી ફરી એક વાર ચર્ચામાં છે. આ મુંગા પક્ષીઓના શિકાર માટે સંયુક્ત અરબ અમીરાતના શાહી પરિવારના કેટલાય સભ્યો પાકિસ્તાન પહોચ્યા છે. પાકિસ્તાને સઉદી અરબના શાહી પરિવારને હુબોરા પક્ષીઓના શિકાર માટે આમંત્રણ આપ્યુ છે. હુબોરા પક્ષી આંતરાષ્ટ્રીય સ્તર પર સંરક્ષિત પ્રજાતિઓની શ્રીણીમાં આવે છે. અને તેમના શિકાર પર પ્રતિબંધ છે. […]

Mantavya Exclusive World
BIRD HUNTING 1 સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા

પાકીસ્તાનના હુબોરા એટલે કે સોન ચિરૈયા પક્ષી ફરી એક વાર ચર્ચામાં છે. આ મુંગા પક્ષીઓના શિકાર માટે સંયુક્ત અરબ અમીરાતના શાહી પરિવારના કેટલાય સભ્યો પાકિસ્તાન પહોચ્યા છે. પાકિસ્તાને સઉદી અરબના શાહી પરિવારને હુબોરા પક્ષીઓના શિકાર માટે આમંત્રણ આપ્યુ છે. હુબોરા પક્ષી આંતરાષ્ટ્રીય સ્તર પર સંરક્ષિત પ્રજાતિઓની શ્રીણીમાં આવે છે. અને તેમના શિકાર પર પ્રતિબંધ છે. જો કે શિકાર પર આ પ્રતિબંધ ખાડી દેશો સઉદી અરબ અને સંયુક્ત અરબ અમિરાતના રાજકુમારો પર લાગુ થતા નથી. આ રાજકુમાર પોતાના સેક્સ પાવરને વધારવા માટે આ મુંગા પક્ષોઓની હત્યા કરીને તેમનું માંસ ખાય છે. તો દેવાના બોજા તળે દબાયેલું કંગાળ પાકિસ્તાન સઉદી અરબ અને યુએઇના રાજકુમારો પાસેથી શિકારના નામ પર મોટી-મોટી ફી વસૂલીને ખજાનો ભરી રહ્યુ છે. આવો જોઇએ આખી કહાની.

BIRD HUNTING 2 સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા

સઉદી-UAEના દેવા તળે દબાયું પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુબઇના શાસક શેખ મોહમ્મંદ બિન રાશિદ અલ મક્તૂમ, રાજકુમાર અને શાહી પરિવારના બીજા સભ્યોને ૨૦૨૦-૨૧માં શિકારની મંજૂરી આપી છે. સઉદી અરબના અરબો ડોલરના દેવા નિચે દબાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને વિવાદોમાં ઘેરાયેલા પ્રિંસ મોહમ્મદ બિન સલમાનને પોતાના દેશમાં મુંગા પક્ષીઓની હત્યા કરવાની મંજૂરી આપી દીધી છે. ઇમરાન સરકારે શાહી પરિવાર સાથે જોડાયેલા બીજા સભ્યોને પણ હુબારા પક્ષીઓનો શિકાર કરવાની મંજૂરી આપી છે. પ્રિંસ સલમાનના પ્રભાવની એવી અસર છે કે ઇમરાનખાન સરકારે એક ભાગેડું સઉદી પ્રિંસને પણ શિકાર કરવાની પરમીશન આપી છે. જેણે ગત વર્ષે ફીના પૈસા પણ નથી આપ્યા. પાકિસ્તાનમાં આવુ પહેલીવાર નથી થઇ રહ્યું જ્યોર સોન ચિરૈયાના શિકાર માટે ખાડી દેશોના શાહી પરિવારોને શિકાર કરવાનું આમંત્રણ અપાયું હોય. પાછલા ચાર દાયકાથી આ ગુપ્ત અને ખાનગી શિકાર અભિયાન પાકિસ્તાનમાં ચાલી રહ્યુ છે. શિકાર માટે આ શેખ બાજનો ઉપયોગ કરે છે.

BIRD HUNTING 3 સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા

સેક્સ પાવર વધારવા માટે આ રાજકુમાર કરે છે શિકાર
અરબ દેશોના લોકો પાછલા કેટલાય હજારો વર્ષથી હુબોરા પક્ષિઓનો શિકાર કરતાં આવ્યા છે. અને હજુ પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. જો કે માન્યતા એવી છે કે હુબોરા પક્ષિઓનું માંસ ખાવાથી સેક્સ પાવર વધે છે. અને તેના કારણે સઉદી અરબ, યુએઇના રાજકુમાર તેનો શિકાર કરવા માટે પાકિસ્તાન ખેંચાઇ આવે છે. સેક્સ પાવર વધારવા માટે હુબોરા પક્ષિઓના માંસને સ્પેનિશ માંખીઓ અને વિયાગ્રાની વચ્ચે રાખવામાં આવે છે. સ્પેનિશ માખીઓનો પણ સેક્સ પાવર વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હુબારા પક્ષિઓને લાંબા સમયી યૌન શક્તિવર્ધક એક દવાના રૂપમાં પ્રચારિત કરવામાં આવતું રહ્યુ છે. અને એજ કારણ છે કે ખાડી દેશોના ધનવાન લોકો અઢળક રૂપિયા ખર્ચીને પાકિસ્તાનમાં શિકાર કરે છે અને પોતાની કામવાસનાને વધારવાનો પ્રયાસ કરે છે. હુબોરા પક્ષી દક્ષિણ એશિયા, મધ્ય પુર્વ અને આફ્રિકામાં મળી આવે છે. આ પક્ષી ઠંડીથી બચવા માટે પાકિસ્તાન આવે છે. કેટલાક પક્ષિઓ ઇરાન પણ જાય છે. એક અંદાજા મુજબ ૪૨ હજાર એશિયાઇ હુબોરો અને ૨૨ હજાર ઉત્તર આફ્રિકામાં હુબોરા પક્ષિઓ બચેલા છે.

BIRD HUNTING 4 સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા

ઇમરાનખાને વડાપ્રધાન બનતાં પહેલાં કર્યો હતો વિરોધ, હવે મંજૂરી આપી
ઇમરાનખાન જ્યારે સત્તામાં ન હતા ત્યારે ત્યાં હુબોરા પક્ષિઓના શિકારને મંજુરી આપવાનો વિરોધ કરતાં હતા અને ખૈબર પખ્તૂનખામાં શિકારને મંજૂરી આપી ન હતી. જ્યાં તેમની પાર્ટીનું શાસન હતું. જો કે હવે ઇમરાનખાને પોતાના નિર્ણયથી પલટતાં સઉદીપ્રિંસને હુબોરા પક્ષિઓનો શિકાર કરવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનના સ્થાનિક અબખાર ડોનના જણાવ્યા પ્રમાણે તાબુક પ્રાંતના વર્ગનર પ્રિંસ ફહદ બિન સુલ્તાનને મંજૂરી આપવામાં આવી છે. પાકીસ્તાનની સુપ્રિમ કોર્ટે વર્ષ ૨૦૧પમાં હુબોરા પક્ષિઓના શિકાર પર પ્રતિબંધ મૂકયો હતો. જો કે આ આદેશને બાદમાં ફેરવી નંખાયો હતો. પાકિસ્તાનની એક કોર્ટે બાજની નિકાસ અને હુબોરાના શિકાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો તો સઉદી અબર અને યુએઇ સાથેના સંબંધો પર કાતર ફરી ગઇ હતી. ભારે તણાવ પછી પાકિસ્તાન સરકાર ઝૂકી ગઇ હતી. હુબોરા પક્ષિ શરમાળ પણ ખુબ જ સુંદર હોય છે. તેનો આકાર ટર્કી પક્ષી જેવો દેખાય છે.

BIRD HUNTING 5 સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા

મુંગા પક્ષિઓની હત્યાથી ઇમરાન સરકાર ભરે છે ખજાનો
પાકિસ્તાન સરકાર પણ ખાડીના શેખોની સેક્સ પાવર વધારવાની ઇચ્છાનો જબરજસ્ત ફાયદો ઉઠાવે છે અને પૈસા કમાય છે. સઉદી અરબના તાબુક પ્રાંતના ગર્વનર પ્રિંસ ફહદ બિલ સુલતાને કેટલાક વર્ષો પહેલાં 2000 હુબોરા પક્ષિઓનો શિકાર કર્યો હતો અને દુનિયાભરના મિડીયામાં ચર્ચામાં આવી ગયા હતા. એટલું જ નહી પ્રિંસ ફહદે પાછલા વર્ષે હુબોરા પક્ષિઓના શિકાર માટે જરૂરી એક લાખ ડોલરની ફી પણ પાકિસ્તાન સરકારને આપી ન હતી. હુબોરાના શિકાર પછી પ્રિંસ ફહદ ફી આપ્યા વિના સઉદી પરત જતા રહ્યા હતા. પ્રિંસ ફહદની દાદાગીરી એટલી હતી કે તેમને ૧૦૦ પક્ષિઓના શિકારની મંજૂરી અપાઇ હતી જ્યારે તેમણે ૨૦૦૦ પક્ષિઓનો શિકાર કર્યો હતો. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતને શિકારની દરકે સિઝનમાં ઓછામાં ઓછ બે અરબ રૂપિયાની કમાણી થાય છે. ખાડીના શેખ તેમનો કાફલો લઇને આવે છે. જેનાથી સ્થાનિક લોકોને ભારે કમાણી થાય છે.

BIRD HUNTING 6 સેક્સની ભૂખ વધારવા માટે UAEના રાજકુમાર કરી રહ્યા છે મુંગા પક્ષીઓનો શિકાર, ઇમરાન કમાઇ રહ્યા છે રૂપિયા