Not Set/ #કોરોનાનોકહેર/ WHO એ આપી ચેતવણી, જો અત્યારે લોકડાઉન હટાવવામાં આવ્યું તો…

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે, કોવિડ-19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત સ્પેન, ઇટાલી, જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપનાં દેશો જ્યા હવે સ્થિતિ સારી થઈ રહી છે. સંગઠને ચેતવણી પણ આપી હતી કે, લોકડાઉન સમાપ્ત કરવુ ઉતાવળ કહેવાશે. ઇટાલીમાં સૌથી વધુ મૃત્યુ કોવિડ-19 થી થયા છે અને ત્યારબાદ અમેરિકા છે. 16 હજારથી વધુ દર્દીઓ […]

World

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે, કોવિડ-19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત સ્પેન, ઇટાલી, જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપનાં દેશો જ્યા હવે સ્થિતિ સારી થઈ રહી છે. સંગઠને ચેતવણી પણ આપી હતી કે, લોકડાઉન સમાપ્ત કરવુ ઉતાવળ કહેવાશે. ઇટાલીમાં સૌથી વધુ મૃત્યુ કોવિડ-19 થી થયા છે અને ત્યારબાદ અમેરિકા છે. 16 હજારથી વધુ દર્દીઓ સાથે સ્પેન ત્રીજા સ્થાને છે.

WHO નાં ચીફ ટેડ્રોસ એડહોનમ ગ્રેબેસિયસે કહ્યું કે, સંગઠન સૌથી પહેલા પ્રતિબંધોનો અંત આવે તે જોવા માંગે છે. વળી, તે ભૂલવું જોઈએ નહીં કે ઉતાવળમાં કોઈ પગલું ભરવાથી ફરી આ વાયરસ પાછો આવી શકે છે. તેઓ કહે છે કે જો યોગ્ય રીતે સંચાલન ન કરવામાં આવે તો જોખમ વધી શકે છે. WHO એ જણાવ્યું છે કે, યુરોપ ચીન પછી રોગચાળોનો બીજો સૌથી મોટો કેન્દ્ર છે. ટેડ્રોસે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ મહામારીનાં નિશાન હેલ્થ વર્કસ પણ બન્યા છે.

ટેડ્રોસે કહ્યું કે, કેટલાક દેશોમાં 10 ટકા સુધી આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત થઇ ગયા છે. તેમણે કહ્યું કે, યુએસ અને ચીનમાં ડૉક્ટર્સ અને નર્સોને હોસ્પિટલની બહાર સંક્રમણની ઝપટમાં આવ્યા છે. WHO નાં વડાએ કહ્યું કે, કેટલાક દેશોમાં ડૉકટરો કોરોના વાયરસ જેવી મહામારીનો અનુભવ નથી. આ ભયાનક છે કારણ કે જો આરોગ્ય નિષ્ણાતો જોખમમાં હોય તો જોખમ દરેક પર વધી શકે છે. તેમણે એ પણ માહિતી આપી કે વાયરસ આ સમયે 16 આફ્રિકન દેશોમાં ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.