દક્ષિણ આફ્રિકામાં કરવેરા વધારાના વિરોધમાં ફાટી નીકળેલા હિંસામાં ટોળાઓએ ગુજરાતના વેપારીઓને નિશાન બનાવ્યા છે. ગુજરાતી પરિવારની દુકાનમાં પણ લૂંટ મચાવી છે અને ભારે તોડફોડ અને લોકો સાથે મારપીટ પણ કરી હતી .
ગભરાયેલા લોકો અચાનક જ ફાટી નીકળેલા તોફાનોમાં વેપારીઓ જે પરીસ્થીતીમાં હતા અને જે પણ કઈ તેમની પાસે હતું તે લઈને સલામત સ્થળ તરફ ભાગવું પડ્યું હતું. હજુ કેટલાક લોકો સંપર્ક વિહોણા છે જેમના ભારતમાં રહેતા પરિવારજતો ખુબ જ ચિંતામાં આવી ગયા છે અને સરકાર તરફ મદદની આશ લગાવી રહ્યા છે.
આફ્રિકામાં કરવેરામાં વધારાના વિરોધમાં ફાટી નીકળેલા તોફાનોમાં જહોનિસબર્ગ અને આસપાસના વિસ્તારોમાં ગુજરાતી વેપારીઓને તોફાનીઓએ સૌથી વધુ નિશાન બનાવ્યા છે.
અચાનક ફાટી નીકળેલા તોફાનોમાં ટોળાઓના આતંક સામે વેપારીઓ પહેરેલા કપડે સલામત સ્થળ તરફ ભાગવું પડ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાતી વેપારીઓના મોલ, પેટ્રોલ પમ્પ અને વાઈન શોપ્સ આવેલી છે.
અચાનક ધસી આવેલા ટોળાઓએ તોડફોડ કરી અને સાથે માર મારી કરીને ગુજરાતી વેપારીઓના રૂપિયા અને ફોન લૂંટી લીધા હતા. 1500 દુકાનો લૂંટી છે મસ્જિદમાં આસરો લીધો છે એમના માટે સરકાર મદદ કરે. મારામારીથી ગભરાયેલા લોકો સલામત જગ્યા દેખાઈ ત્યાં પહોંચી ગયા હતા પરંતુ કેટલાક પરિવારના મોબાઈલ સંપર્ક થઇ શક્યા નથી જેના કારણે પરિવાર જનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.