Not Set/ હીટરમાં ખામી બિલ્ડિંગનાં 19 લોકોને ભરખી ગઇ, ગૂંગળામણથી થયુ દુઃખદ મોત

ઠંડીથી બચવા માટે આપણે મોટાભાગે હીટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેના માટે સાવચેતી રાખવાની પણ જરૂર છે. અમેરિકાનાં ન્યૂયોર્કમાં હીટરનાં કારણે એક ભયાનક અકસ્માત થયો છે.

World
19 લોકોને ભરખી ગયુ હીટર

ઠંડીથી બચવા માટે આપણે મોટાભાગે હીટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેના માટે સાવચેતી રાખવાની પણ જરૂર છે. અમેરિકાનાં ન્યૂયોર્કમાં હીટરનાં કારણે એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં 19 લોકોનાં મોત થયા છે. જેમાં 9 બાળકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – ગુજરાત /  હળવદના મયુરનગરના યુવાને ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી પરત ફરતા મોરબી તેમજ વતનમાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું

આપને જણાવી દઇએ કે, એક સ્પેસ હીટરમાં ખામી સર્જાઈ હતી અને તેના કારણે આગ લાગી હતી. અચાનક, બ્રોન્ક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેમાં ગૂંગળામણને કારણે 19 લોકોનાં દુઃખદ મૃત્યુ થયા છે. જેમાં 9 બાળકોનો સમાવેશ થાય છે. ફાયર કમિશનર ડેનિયલ નિગ્રોએ જણાવ્યું હતું કે, આગ ઇલેક્ટ્રિક સ્પેસ હીટરમાં ખામીને કારણે લાગી હતી. 19 માળની ઈમારતનાં બીજા અને ત્રીજા માળે લાગેલી આગને કારણે ધુમાડાનાં ગોટેગોટા ભરાઈ ગયા હતા અને તેમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે, એપાર્ટમેન્ટનો ગેટ ખુલ્લો હતો, જેના કારણે તુરંત જ પૂરી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો.

એપાર્ટમેન્ટમાં ફસાયેલા ઘણા લોકો ગૂંગળામણ અનુભવતા બારીનાં કાચ તોડી નાખ્યા હતા અને દરવાજા પર ભીના ટુવાલ લટકાવી દીધા હતા. અગ્નિશામક દળનાં જવાનોએ ભારે જહેમત ઉઠાવીને એક યુવકને બચાવ્યો હતો. તેમણે કહ્યું કે, હું એટલો નર્વસ હતો કે દરેક વખતે ફાયર એલાર્મને બદલે હું ખોટા એલાર્મ વગાડતો હતો. નેગ્રોએ કહ્યું કે, તમામ પ્રયાસો છતા કેટલાક લોકોને બચાવી શકાયા નથી. તેનું કારણ એ હતું કે ધુમાડો ખૂબ જ ભરાયેલો હતો. બચાવકર્તાઓને દરેક ફ્લોર પર પીડિતો મળ્યા છે. મોટાભાગનાં લોકોની શ્વસનતંત્રને ગંભીર અસર થઈ હતી.

આ પણ વાંચો – જીવલેણ ઉત્તરાયણ /  ઉતરાયણ પહેલા જ ભરૂચમાં પતંગના દોરાથી ત્રણ લોકોના કપાયા ગળા, એકનું મોત, બે સારવાર હેઠળ

આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોની ઉંમર 16 વર્ષ કે તેનાથી ઓછી હતી. માર્યા ગયેલા મોટાભાગનાં લોકો આફ્રિકન રાષ્ટ્ર ઝામ્બિયાનાં વતની છે અને મુસ્લિમ સમુદાયનાં છે. હજુ પણ 13 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનામાં કુલ 60 લોકો પ્રભાવિત થયા છે. નેગ્રોએ કહ્યું કે, માર્યા ગયેલા મોટાભાગનાં લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ ઘટના ખૂબ જ ડરામણી છે. જોકે, રવિવારે લાગેલી આગને કાબૂમાં લેવા માટે 200 બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્વરીત કામગીરી કરીને વધુને વધુ લોકોને બચાવી લેવાયા હતા.