World News: અમેરિકા- ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો અંત! ટ્રમ્પના આદેશ બાદ ચાબહાર બંદર સહિત ઈરાનના 90 જેટલા વિવિધ ઈરાની સ્થળે અમેરિકા દ્વારા બોમ્બ મારો કરાયો. વળતા પ્રહારમાં ઈરાન દ્વારા કુવૈત- બહરીનમાં અમેરેકી ઠેકાણાઓને નિશાન બનાવાયા. કુવૈતમાં મિસાઈલ એલર્ટ આપવામાં આવ્યું.
અમેરિકા- ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો અંત | US Iran War
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખૂબ જ ખતરનાક વળાંક લીધો છે. એપ્રિલમાં થયેલા યુદ્ધવિરામને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ખતમ કરવાની જાહેરાત કર્યા પછી, અમેરિકાએ ઈરાન (Iran)પર હુમલા શરૂ કરી દીધા છે. ગુરુવારે અમેરિકાએ ઈરાનના દક્ષિણ-પૂર્વ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર બંદર (Chabahar Port)ને નિશાન બનાવીને બોમ્બમારો કર્યો છે. અમેરિકન સેનાએ લગભગ 90 ઈરાની ઠેકાણાઓનો નાશ કરવાનો દાવો કર્યો છે. વળતા પ્રહારમાં, ઈરાને પણ કુવૈત અને બહેરીનમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો છે. આ તણાવ વચ્ચે, કુવૈતમાં મિસાઈલ અને ડ્રોન હુમલાનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
ચાબહારમાં પ્રચંડ વિસ્ફોટ
ઈરાની મીડિયા અનુસાર, શહેરના ઘણા ભાગોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓએ અનેક વિસ્ફોટો સાંભળ્યા હતા, ત્યારબાદ બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી આવી હતી. એપ્રિલમાં યુદ્ધવિરામની જાહેરાત થયા પછી આ વ્યૂહાત્મક બંદર પર આ પહેલો હુમલો છે. આ ઉપરાંત, ઈરાનના ગોલેસ્તાન પ્રાંતમાં અક ટેકેહ ખાન રેલ્વે પુલ પર પણ મિસાઈલ (Missile Attack) છોડવામાં આવી હતી.
ભારત માટે ચાબહાર બંદરનું મહત્વ
ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. તે ઈરાનનું એકમાત્ર ઊંડા પાણીનું બંદર છે જે હિંદ મહાસાગર સુધી સીધો પ્રવેશ ધરાવે છે. ભારત માટે તેનું સૌથી મોટું મહત્વ એ છે કે તે પાકિસ્તાનને બાયપાસ કરે છે અને અફઘાનિસ્તાન, રશિયા અને મધ્ય એશિયા સાથે વેપાર માટે એક નવો અને ટૂંકો માર્ગ પૂરો પાડે છે. ચાબહાર બંદર ભારતને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) સુધી પહોંચ પ્રદાન કરે છે, જે ભારતના યુરેશિયન વિઝનનો મુખ્ય ઘટક છે.
વધુમાં, આ વ્યૂહાત્મક રીતે સ્થિત બંદર પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 170 કિલોમીટર દૂર છે, જે ચીન દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. ચાબહાર બંદર અરબી સમુદ્ર અને ગલ્ફ ક્ષેત્ર (CPEC) માં ચીનના વધતા પ્રભાવ સામે મજબૂત પ્રતિ-ભાર તરીકે પણ કામ કરે છે. તાજેતરમાં, ભારતે આ બંદર અને તેની સાથે સંકળાયેલ ચાબહાર-ઝાહેદાન રેલ્વે લિંકના વિકાસને વેગ આપ્યો છે, જે તેને ભારતની રાજદ્વારી અને આર્થિક શક્તિનું મુખ્ય કેન્દ્ર બનાવે છે. જો કે, યુએસ પ્રતિબંધોએ ભારતને પાછળ હટવાની ફરજ પાડી છે.
આ પણ વાંચો: ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલા ઈઝરાયલનો લેબેનોન પર મોટો હુમલા, ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી
આ પણ વાંચો: અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી
